Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

રાહુલ-કોહલીની વાપસી ટીમ ઇન્ડિયાનું કૉમ્બિનેશન બગાડી ના દે? રોહિત શર્માનું ટેન્શન વધ્યુ

ટી-20 વર્લ્ડકપ 2021ના સમયે કોઇએ વિચાર્યુ નહી હોય કે ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીની જગ્યાને લઇને આટલી ચર્ચા થઇ રહી હશે. હવે ટી-20 વર્લ્ડકપ 2022 આવી રહ્યો છે અને આ પહેલા એશિયા કપમાં વિરાટ કોહલી વાપસી કરી રહ્યો છે. આ મિશન ટી-20 વર્લ્ડકપનો મોટો પડાવ હશે. બે મોટા ખેલાડી વિરાટ કોહલી અને લોકેશ રાહુલ વાપસી કરી રહ્યા છે.

બન્ને ખેલાડીની વાપસી સાથે ટીમ ઇન્ડિયાના ટોપ-3ની સ્થિતિ પણ સ્પષ્ટ થઇ ગઇ છે. કેપ્ટન રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઓપનિંગમાં અને વિરાટ કોહલી નંબર 3 પર રમવા માટે ઉતરી શકે છે. હજુ સુધી આ બન્ને પ્લેયર ટીમમાં નહતા. એવામાં બહારનો રસ્તો ક્યા ખેલાડીએ જોવો પડશે. સાથે જ મિડલ ઓર્ડર કેવો હશે આ ટીમ ઇન્ડિયાની નવી ટેન્શન છે.

રોહિત-રાહુલ-કોહલી ટોપ-3 હોય છે તો સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને દિનેશ કાર્તિક જેવા ખેલાડી જેમણે આ વર્ષે ટી-20 ફોર્મેટમાં ભારત માટે સારૂ પ્રદર્શન કર્યુ છે તેમાંથી કોઇ એકની જગ્યા પર સંકટ આવી શકે છે.

નંબર-4માં સૂર્યકુમાર યાદવ ફિટ બેઠે છે તો રિષભ પંત એક્સ ફેક્ટર છે. તે બાદ દિનેશ કાર્તિકનો નંબર છે, જે ગત કેટલાક સમયમાં બેસ્ટ ફિનિશર તરીકે ઉભર્યો છે. એક પહેલુ એવો પણ છે કે રોહિત શર્મા નવી રીતે રમતને વધારી રહ્યો છે, જ્યા માત્ર એગ્રેશનને ભાર આપવામાં આવી રહ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં હાર્દિક પંડ્યા કે રવિન્દ્ર જાડેજા કોઇ એકની પસંદગી રોહિત શર્માએ કરવી પડશે. આ રોહિત શર્મા માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.

આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ (જસપ્રિત બુમરાહ જો ફિટ થાય છે તો તે પણ ટીમમાં સામેલ થશે)

संबंधित पोस्ट

એશિયા કપ 2022ની ફાઈનલ બાદ સોશિયલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લ, ચાહકોએ કહ્યું- આ માટે માત્ર મેચ જોઈ

Karnavati 24 News

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

ધોની બેટ કેમ ચાવે છે?: અમિત મિશ્રાએ માહીના બેટની સફાઈના રહસ્યો ખોલ્યા

Karnavati 24 News

આ ચાર કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20 મેચ હાર્યુ, ટી-20 વર્લ્ડકપમાં ભારે ના પડે

ટી-20 વર્લ્ડકપ 2022 માટે ટીમ ઇન્ડિયા સાથે જશે આ ચાર ખેલાડીઓ, જાણો કારણ

 નડિયાદમાં રાજ્યકક્ષાની ત્રી દિવસીય એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ , 1100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

Karnavati 24 News