



તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
Gold Price Today : રશિયા -યુક્રેન વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિમાં કારણે વિશ્વભરના શેરબજારો પર જોખમો તોળાઈ રહ્યું છે. સોનાની ચમક ફરી વધવા લાગી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 50,400ની સપાટી વટાવી ગયું છે જે એક વર્ષની સૌથી ઊંચી સપાટી છે. એક્સ્ચેન્જ અનુસાર જાન્યુઆરી 2021 પછી સોનાના વાયદા તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જમાં પણ સોનું 1,900 ડોલર પ્રતિ ઔંસને સ્પર્શ્યું છે. છેલ્લી વખત જૂન 2021માં આ સ્તરને સ્પર્શવામાં સફળતા મળી હતી. વર્ષ 2022માં અત્યાર સુધીમાં સોનું 3.6 ટકા મોંઘું થઈ ગયું છે જે 2020 પછીનો સૌથી ઝડપી વધારો છે. તે સમયે રોગચાળાના દબાણ હેઠળ સોનું 2,100 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ પર પહોંચ્યું હતું.
સોનું મોંઘુ થવાના મુખ્ય કારણો
- સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. ભારતમાં છૂટક ,પનઘવારીનો દર 6 ટકાને વટાવી ગયો છે જ્યારે યુએસમાં તે 40 વર્ષના રેકોર્ડ સ્તરે છે.
- રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે ગમેત્યારે યુદ્ધ છેડાઈ શકે છે. અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમણ કરી શકે છે.
નિષ્ણાંતોનું અનુમાન શું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધવાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ જોવા મળશે. ટૂંક સમયમાં હાજર ભાવ 50 હજારના સ્તરને પાર કરી શકે છે. વૈશ્વિક બજારમાં સોનાની અંદાજિત કિંમત 1,920 થી 1,930 ડોલરની વચ્ચે છે પરંતુ જો જોખમ વધે તો સોનાની કિંમત 1,970 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર | |
MCX GOLD : 50146.00 -246.00 (-0.49%) – 10:26 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 51790 |
Rajkot | 51810 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 51730 |
Mumbai | 50510 |
Delhi | 50510 |
Kolkata | 50510 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 46560 |
USA | 45537 |
Australia | 45510 |
China | 45524 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.