Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

62 વર્ષથી બોટલમાં બંધ છોડ ! છતા છે બિલકુલ તાજો, જાણો શું છે કારણ

શું તમે ક્યારેય પ્લાસ્ટિક કે કાચની બોટલમાં બંધ બગીચો જોયો છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃક્ષો અને છોડ બોટલમાં બંધ રહીને કેવી રીતે ઉગે છે, કદાચ ઉગશે તો પણ તેનુ અસ્તિત્વ કેવી રીતે ટકશે, જાણો સમગ્ર અહેવાલ
તમે કોલોનીમાં ઘણા બંધ બગીચા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય પ્લાસ્ટિક કે કાચની બોટલમાં બંધ બગીચો જોયો છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃક્ષો અને છોડ બોટલ (Bottle Garden) માં બંધ રહીને કેવી રીતે ઉગે છે, કદાચ ઉગશે તો પણ તેનુ અસ્તિત્વ કેવી રીતે ટકશે. પરંતુ આવા કોઇ છોડનું અસ્તિત્વ છે અને તેને સાઠ વર્ષ ઉપર વીતી ગયા એમ કહીએ તો? તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે.

1960, ઇસ્ટર સન્ડે, ડેવિડ લીટરરે તેનું પ્રથમ બોટલ ગાર્ડન (Bottle Garden) બનાવ્યુ હતું. તેણે સ્પાઈડરવોર્ટ સ્પ્રાઉટ નામનો જંગલી છોડ 10-ગેલન કાચની બોટલમાં થોડું પાણી અને થોડું ખાતર સાથે રોપ્યો હતો. પછી બોટલ સીલ કરવામાં આવી હતી. 1972 માં, એટલે કે, 12 વર્ષ પછી, લિટરે બોટલનું ઢાંકણું ખોલ્યું, થોડું પાણી ઉમેર્યું, પછી તેને પાછું સીલ કર્યું. તે છેલ્લી વખત બોટલ ખોલવામાં આવી હતી. ત્યાર બાદ 47 વર્ષ વીતી ગયા છે. 1960 થી અત્યાર સુધી એટલે કે લગભગ 60-62 વર્ષ સુધી બોટલમાં બંધ રહ્યા પછી પણ અંદરનો છોડ સૂર્યપ્રકાશની મદદથી જીવંત છે, અને વૃદ્ધિ પણ પામી રહ્યો છે.

આ રીતે ઉગાડવામાં આવતા બગીચાને ટેરેરિયમ ગાર્ડન કહેવામાં આવે છે. તે એક પ્રકારનું ઇન્ડોર ગાર્ડન છે જે ઘરની અંદર ઉગાડવામાં આવે છે, કાચના કન્ટેનરની અંદર ઉગાડવામાં આવતા મોટાભાગના છોડને જીવવા અને વધવા માટે માત્ર પ્રકાશની જરૂર હોય છે.

 

બોટલની અંદર છોડ કેવી રીતે જીવી શકે?
તમે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’નો જાદુ તો જોયો જ હશે તેમા સૂર્યપ્રકાશ એ તેનું ખાવા – પીવીનો સ્રોત હતો. તેવી જ રીતે, આ બોટલ છોડ માત્ર સૂર્યપ્રકાશથી પોતાને વર્ષો સુધી જીવંત રાખી શકે છે.

કેવી રીતે? વાસ્તવમાં કાચની બોટલ છોડ માટે સ્વયં પર્યાપ્ત ઇકોસિસ્ટમ બની જાય છે. જેમ આ દુનિયામાં તમારા જીવનનિર્વાહ માટે દરેક વસ્તુ ઉપલબ્ધ છે, તેવી જ રીતે કાચનું પાત્ર તે છોડની દુનિયા બની જાય છે. તેના માટે જીવવા જેવું બધું જ તે વર્તુળની અંદર મળતું રહે છે.

ખાતરમાં રહેલા બેક્ટેરિયા મૃત છોડને ખાય છે. જેના કારણે જીવતા છોડ માટે ઓક્સિજન બને છે. આ ઓક્સિજન પ્રતિક્રિયા કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને સેલ્યુલર શ્વસન કહેવામાં આવે છે. પ્રકાશ છોડને પ્રકાશસંશ્લેષણમાં મદદ કરે છે. છોડમાં હાજર હરિતદ્રવ્ય પ્રકાશને શોષી લે છે, જેમાંથી કેટલાક એટીપીના સ્વરૂપમાં જાય છે. બાકીનો ઉપયોગ છોડના મૂળમાંથી ખેંચાયેલા પાણીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે થાય છે.

હવે જ્યારે આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ત્યારે તેઓ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડને કાર્બોહાઇડ્રેટ્સમાં રૂપાંતરિત કરે છે. અને આ રીતે છોડ પોતાનો ખોરાક તૈયાર કરે છે અને વધતું રહે છે.

પૃથ્વી જેવુ જ સંસ્કરણ
બોટલની અંદર, વર્ષોથી, પૃથ્વી જેવું જ એક ઇકોસિસ્ટમ રચાય છે. બોટલ પોતે જ છોડને પોષવામાં સક્ષમ છે, જેનો અર્થ છે કે અંદરની ઇકોસિસ્ટમ ત્યાં રહેતા છોડ અને પ્રાણીઓ માટે પોષક તત્વો બનાવવા માટે સક્ષમ છે.

संबंधित पोस्ट

વ્હાઇટ હાઉસને નવા પ્રેસ સેક્રેટરી મળ્યા: કેરીન જીન-પિયર 13 મેના રોજ કાર્યભાર સંભાળશે, લાંબા સમયથી બિડેનના સલાહકાર છે

ઋષિ સુનક માટે બ્રિટનના પીએમ બનવું આસાન નથી, આ મહિલા નેતા આપી રહી છે ટક્કર

Karnavati 24 News

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

Karnavati 24 News

શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ મહત્વની સરકારી ઇમારતોને ખાલી કરી દેશે

Karnavati 24 News

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News