Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

શું તમે ટીવી, સ્માર્ટફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે

અમેઝોનની ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત થઇ ગઈ છે. ગણતંત્ર દિવસના પ્રસંગે 17 જાન્યુઆરીએ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ શરૂ થશે. આ સેલનો અંતિમ દિવસ 20 જાન્યુઆરી 2022 રહેશે. સેલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એન્ડ કિચન અપ્લાયંસેઝની સાથે-સાથે ટીવી અને મોટી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોનમાં 40 ટકા સુધી ઓફર મળશે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેવી કે કેમેરા અને લેપટોપ પર 70 ટકા સુધીની છૂટ મળશે. એમેઝોન અલેક્સા, Fire TV અને Kindle ડિવાઇસ પર સેલમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. Amazon Prime સભ્યો માટે આ સેલ હંમેશાની જેમ 24 કલાક પહેલા જ લાઇવ કરી દેવામાં આવશે.

એસબીઆઈ કાર્ડ પર વધારાની છૂટ મળશે

એમેઝોન સેલેમાં બેંક ઓફર પણ મળશે. જેમાં એસબીઆઈ કાર્ડ પર વધારાની છૂટ મળશે. Bajaj Finserv પર નો કોસ્ટ ઇએમઆઈ અને Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ અને ટીવી પર 16,000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર પણ સેલમાં મળશે.

Amazon એ હાલ સેલ સાથે જોડાયેલી બધી ડિટેલ્સનો ખુલાસો કર્યો નથી પણ વાર્ષિક સેલમાં ગ્રાહકોને શું મળશે તેની થોડી ઘણી જાણકારી રજુ કરી છે. ગ્રાહકોને સેલમાં કોમ્બો પર 40 ટકા સુધીની છૂટ મળશે. આ સિવાય સેલમાં 80થી વધારે સેમસંગ, શાઓમી અને Tecno સ્માર્ટફોન લોન્ચ સામેલ થશે.

કઇ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ

સેલમાં 50% ના ડિસ્કાઉન્ટ પર કેમેરા, 60% ના ડિસ્કાઉન્ટ પર સ્માર્ટ વોચ અને લેપટોપને 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ સિવાય વોશિંગ મશીન અને ફ્રિજ પર 50% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય સેલમાં ગ્રાહકોને કંસોલના વીડિયો ગેમ ટાઇટલને 55% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

સેલમાં એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર્સને 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. કિંડલ રીડરને 3400 રુપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ઇકો સ્માર્ટ ડિસ્પ્લે પર 45% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

संबंधित पोस्ट

શું છે અમેરિકાનું ફોનિક્સ ઘોસ્ટ ડ્રોન, જેનાથી યુક્રેન એક કલાક માં ડોનબાસમાં રશિયન સેનાને નષ્ટ કરી શકે છે.

Karnavati 24 News

BSNLની ધમાકેદાર ઓફર! નજીવી કિંમતે 425 દિવસ માટે દરરોજ અમર્યાદિત ડેટા મેળવો અને ઘણું બધું

Karnavati 24 News

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Admin

નેત્રંગ ગ્રામપંચાયત ની અનોખી પહેલ,હવે પંચાયતમાં વીજળી આવશે સોલર પેનલ થકી

Karnavati 24 News

ટેસ્લાના વાહનોમાં સલામતી સુવિધાઓમાં ખામી

Karnavati 24 News

One Plus મોબાઇલ માર્કેટમાં તેજી માટે ‘મેજિશિયન ફોન’ લાવી રહ્યું છે! બધા આ ફોનની રાહ જોઈ રહ્યા છે

Karnavati 24 News