Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

શ્રી કૃષ્ણ: શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો કયો સરળ મંત્ર છે જે તમારા આર્થિક પ્રશ્નને દૂર કરી દેશે? તો હવે જાણો

જે વ્યક્તિ શ્રીકૃષ્ણના મંત્રનો આસ્થા સાથે જાપ કરે છે તેના સઘળા કામ શ્રીકૃષ્ણ પૂર્ણ કરે છે. જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે અચૂક કરો શ્રીકૃષ્ણના મંત્રનો જાપ.
ભગવાન શ્રીકૃષ્ણને(SHREE KRISHNA) શ્રીહરિ વિષ્ણુનો આઠમો અવતાર કહેવામાં આવે છે. તેમની લીલાઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે એટલે જ તો તેમને લીલાધર કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે. તેથી, જો વ્યક્તિ શ્રીકૃષ્ણના મંત્રનો નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાની સાથે મનથી જાપ કરે છે, તો તેના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવે છે અને સાથ જ એ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી પણ છૂટકારો પ્રાપ્ત કરી શકે છે.
ૐ નમો: ભાગવતે વાસુદેવાય
‘ૐ’ અર્થાત પરમ અનંત ભાવના .જ્યારે ‘નમો:’ એટલે નમસ્કાર અથવા તો ઉપાસના. સંસ્કૃતમાં ભગવાન અથવા ભગવાન સમાન શક્તિશાળી કે દયાળુ વ્યક્તિ માટે ‘ભાગવત’ શબ્દનો પ્રયોગ થાય છે. જ્યારે ‘વાસુદેવ’ એ તો કૃષ્ણનું નામ છે. કૃષ્ણને વાસુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવદ-ગીતામાં અર્જુને કૃષ્ણને અનેક વાર વાસુદેવ નામથી બોલાવ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. તો સાથે જ વસુ એટલે “સર્વ જીવોમાં જીવન” અને દેવય એટલે “ભગવાન”. એટલે કે એ ‘ભગવાન શ્રીકૃષ્ણ જ છે જે બધા જીવોનું જીવન જીવે છે’. કૃષ્ણ છે તો જ જીવ છે. એવું કહેવાય છે કે આ મંત્રના જાપ માત્રથી પ્રભુ જીવમાત્રને દરેક મુસીબતમાંથી ઉગારે છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા તેવી જ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ તેના ભક્તનો સાથ આપે છે તેને સાચા માર્ગમાં માર્ગદર્શન આપે છે.

ૐ નમો: ભગવતે ગોવિન્દાય
સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવાનારો છે આ મંત્ર. એવું કહેવાય છે કે જીવનમાં આવતી દરેક સમસ્યાને દૂર કરી વ્યક્તિનો ભાગ્યોદય કરવનારો છે આ કૃષ્ણ મંત્ર. આ મંત્રનો જાપ વ્યક્તિ દિવસ દરમ્યાન કોઈપણ સમયે પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકે છે.
કૃં કુષ્ણાય નમ:
જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે તમારે આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે જો શક્ય હોય તો શ્રી કૃષ્ણની મૂર્તિ કે તેની તસવીરની સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. તે વિશેષ ફળદાયી રહેતો હોવાની માન્યતા છે.
જો ઉપર બતાવેલ કોઈ પણ મંત્રનો જાપ આપ નથી કરી શકતા તો માત્ર શ્રીકૃષ્ણના નામનો જાપ કરવો જોઈએ. કૃષ્ણના નામના જાપ માત્રથી પણ વ્યક્તિમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શરીર સ્વસ્થ રહે છે, મન પ્રફુલ્લિત રહે છે અને સાથે શ્રીકૃષ્ણના આશિષની પરમકૃપાની પ્રાપ્તિ પણ થાય છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 03 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં કેટલાક નવા પરિણામો અને કરાર પ્રાપ્ત થશે, સફળતા મળશે

Karnavati 24 News

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 07 ફેબ્રુઆરી: યુવાનો માટે તેમની કારકિર્દી સંબંધિત સ્પર્ધામાં સફળતા મેળવવાની યોગ્ય તક ઊભી થશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, વૃષભ 01 જાન્યુઆરી: બાળકોના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત કામમાં ઘણો ખર્ચ થશે, ધાર્મિક રહેશે

Karnavati 24 News

રાશિફળઃ આ રાશિના જાતકોનું ભાગ્ય 28 જુલાઈએ સૂર્યની જેમ ચમકશે, વાંચો મેષથી મીન રાશિની સ્થિતિ

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 30 ડિસેમ્બર: વ્યવસાયમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે, પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે.

Karnavati 24 News

શિવરાત્રીના પાવન પર્વે આસ્થાના પ્રતીક એવા ગલતેશ્વર મહાદેવના કરો દર્શન,સુરતના ટીમ્બા ગામે બિરાજમાન છે ગલતેશ્વર મહાદેવ,અહીં નદીમાં સ્નાન કરવાથી કૃસ્ત રોગ માંથી મળે છે મુક્તિ.!

Karnavati 24 News