Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ વિમાન દુર્ઘટના: કુલ ૨૬૦ મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોપાયા -આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર

કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ  

(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, તારીખ 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ  પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે.

મંત્રીશ્રી એ આ ક્ષણે આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ,FSL, AMCની  ટીમ , સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો.

આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીશ્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વધુ વિગતો આપતા મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, ઓળખાયેલા ૨૬૦ મૃતકોમાં ૧૮૧ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.

 ૨૬૦ પાર્થિવ દેહમાંથી ૩૧ હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૯ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ  છે.  

સ્વજનોને સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો જોઇએ તો, ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૩, મહેસાણા ૭,  બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૯, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૧૩, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, કચ્છ ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કૂલ ૨૬૦ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

એક જ દિવસે અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની ૦૭ પીડિતાઓને મળ્યો ન્યાય; પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા

Gujarat Desk

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા

Gujarat Desk

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News
Translate »