Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

તમારી આંખો પણ વારંવાર થઇ જાય છે લાલ? તો આ રીતે ખીરા કાકડીનો કરો ઉપયોગ

આખો દિવસ તડકામાં ફરવાથી અને ધૂળ-માટી આંખમાં જવાને કારણે આંખો લાલ થવા લાગે છે. આંખ લાલ થવાને કારણે આંખમાં ખંજવાળ આવે છે અને સાથે આંખોમાં બળતરા પણ બળે છે. આમ, આ સિવાય આંખો લાલ થવા પાછળ બીજા અનેક કારણો પણ જવાબદાર હોઇ શકે. ઘણી વાર રક્તવાહિકામાં સોજો આવવો તેમજ ઇન્ફેક્શન થવાને કારણે પણ આંખોમાં બળતરા થતી હોય છે. જો તમારી આંખો પણ વારંવાર લાલ થઇ જાય છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

આઇસ પેક

તમારી આંખો લાલ થઇ ગઇ છે અને તમને બહુ ખંજવાળ આવે છે તો તમે આઇસ પેકનો યુઝ કરી શકો છો. આ તમને બજારમાં સરળતાથી મળી રહે છે. આંખો બંધ કરીને 5 મિનિટ સુધી રહેવા દો અને પછી લઇ લો.  આમ કરવાથી આંખમાં બળતરા નહિં થાય અને સાથે આંખો લાલ થવાની પણ ઓછી થશે.

ખીરા કાકડી

આંખોની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ખીરા કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ખીરાને ગોળ સ્લાઇસમાં કટ કરી લો અને પછી એને આંખો બંધ કરીને મુકી દો. આ તમે 2-3 વાર કરો. મ કરવાથી તમારી આંખોને ઠંડક મળે છે. ખીરા કાકડી આંખો પર મુકવાથી ખીરામાં રહેલું કૂલિંગ પ્રોપટીર્જ બ્લડ વેસલ્સમાં આંખોમાં આવતા સોજાને ઓછુ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારી આંખો લાલ પણ નહિં થાય.

એલોવેરા જેલ

એલોવેરા જેલ તમારી આંખોને ઠંડક આપવાનું કામ કરે છે. તમારી આંખો વારંવાર લાલ થાય છે તો એલોવેરા જેલનો ઉપયોગ તમે કરી શકો છો. એલોવેરા જેલને તમે આંખો પર મુકો અને 15 મિનિટ માટે રહેવા દો. આમ કરવાથી તમારી આંખો લાલ નહિં રહે અને સાથે આરામ પણ મળશે.

संबंधित पोस्ट

રાત્રે દૂધ સાથે માત્ર આટલી કિસમિસ ખાઓ, આ ‘ગુપ્ત’ સમસ્યા દૂર થઈ જશે

Karnavati 24 News

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

ઉધરસથી રાહત નહિ થાય કોડીન કફ સિરપ શરીર માટે ખરાબ છે . કેમ છે ખતરનાક; વિગતવાર સમજો

Admin

માંસ અને ઇંડા પસંદ નથી? તો પ્રોટીન મેળવવા માટે આ 5 શાકભાજી ખાઓ.

Karnavati 24 News

વધુ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય બગડવાની જગ્યાએ બગડી શકે છે, સ્વાસ્થ્યને થાય છે આ 5 મોટા નુકસાન

Karnavati 24 News

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

Karnavati 24 News