Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ભારતમાં નવી ઇલેક્ટ્રિક બાઇક Oben Rorr લૉન્ચ, સિંગલ ચાર્જમાં 200KM અને કિંમત રૂ. 1 લાખથી ઓછી

ભારતીય ઈલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટમાં એક નવી બાઇકની એન્ટ્રી થઇ છે. જેનું નામ છે ઓબેન રોર. બુકિંગ 18 માર્ચથી શરૂ થશે અને તેને માત્ર 999 રૂપિયામાં બુક કરી શકાશે.. EV સ્ટાર્ટઅપ દ્વારા ઓફર કરવામાં આવેલી ઇલેક્ટ્રિક બાઇકની કિંમત રૂ. 99,999 એક્સ-શોરૂમ છે. બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટઅપ કંપની દાવો કરે છે કે રોર ઇલેક્ટ્રિક બાઇક એક જ ચાર્જ પર 200 કિમીની રેન્જ આપી શકે છે, જે અત્યાર સુધીની માર્કેટમાં હાજર બાઇક્સમાં ઘણી ઉત્તમ કહી શકાય..

શરૂઆતમાં ઓબેન રોર બાઇકને 7 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવી છે. જેની ટેસ્ટ ડ્રાઇવ ટૂંક સમયમાં શરૂ થશે. ઉપરાંત, તેની ડિલિવરી જુલાઈ 2022થી શરૂ થઈ શકે છે. આ મોટરસાઇકલની ડિઝાઇન વિશે વાત કરીએ તો, પ્રથમ નજરમાં, તે ખૂબ જ આકર્ષક લાગે છે. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં તમામ LED હેડલેમ્પ્સ મળશે જે LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે આવશે. આ મોટરસાઇકલ ટ્રિપલ ટોન કલરમાં આવે છે.

Oben EV કંપનીના જણાવ્યા પ્રમાણે બાઇક સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે અને તેમાં એરોડાયનેમિક ડિઝાઇન છે. આ મોટરસાઇકલમાં કનેક્ટેડ ટેક્નોલોજી અને ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Oben Rorr પાસે 4.4kWh બેટરી છે

ઓબેન રોર ઇલેક્ટ્રિક બાઇકને પાવર આપવા માટે, 4.4kWh લિથિયમ-આયન બેટરી લગાવવામાં આવી છે. જેમાં 10kW ઇલેક્ટ્રિક મોટર્સ રખાઇ છે. આ પાવરટ્રેન 62 Nmનો પીક ટોર્ક પેદા કરી શકે છે. આ પ્રોડક્ટ સિવાય કંપની દર 6 મહિને એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખે છે.

 

3 સેકન્ડમાં 0-40 kmph

આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 3 સેકન્ડમાં 0-40 કિમીની સ્પીડ પકડી લે છે. આ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની ટોપ સ્પીડ 100 kmph હોવાનું કહેવાયું છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ છે, જે ઇકો, સિટી અને હેવોક છે. આ મોટરસાઈકલની બેટરી માત્ર 2 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.

 

આ બાઇકની કોમ્પિટિશન સીધી રિવોલ્ટ RV 400 કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

Tata Nexon EV માં આગ: ઈલેક્ટ્રિક સ્કૂટર પછી કારમાં આગ લાગવાનો પહેલો કિસ્સો, જુઓ વાયરલ વીડિયો

Karnavati 24 News

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

શું તમે ટીવી, સ્માર્ટફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે

Karnavati 24 News

વોટ્સએપ ફીચર અપડેટ : વોટ્સએપ યુઝર્સ હવે પ્રોફાઈલ ફોટો છુપાવી શકશે અને અનિચ્છનીય લોકો પાસેથી છેલ્લે જોવામાં આવશે

Karnavati 24 News

વિશ્વની સૌથી મોંઘી કારઃ મર્સિડીઝ બેન્ઝ 300 SLR 1100 કરોડમાં વેચાઈ

Karnavati 24 News

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Admin