Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

IPL 2023: RCBને હરાવી મુંબઈ પહોંચ્યું ત્રીજા નંબરે, બેંગ્લોર સાતમા ક્રમે જાણો પોઈન્ટ ટેબલ વિશે

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં MI એ 6 વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે. 200 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે માત્ર 16.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનેથી સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વિજય બાદ મુંબઈએ પ્લેઓફ તરફ વધુ એક પગલું વધાર્યું છે. બીજી તરફ બેંગ્લોરની ટીમ હાર બાદ છઠ્ઠા નંબરથી સાતમા નંબર પર આવી ગઈ છે.

આ શાનદાર જીત બાદ મુંબઈના નેટ રનરેટમાં મોટો ફેરફાર થયો છે. મેચ પહેલા મુંબઈનો નેટ રન રેટ -0.454 હતો અને હવે તે -0.255 થઈ ગયો છે અને મુંબઈના પણ 12 પોઈન્ટ થઈ ગયા છે. મેચમાં હાર બાદ, મેચ પહેલા બેંગ્લોરની ટીમ 10માંથી 5 જીત, 10 પોઈન્ટ અને -0.209 નેટ રનરેટ સાથે છઠ્ઠા નંબર પર હતી, પરંતુ હવે ટીમ -0.345 નેટ રનરેટ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.

બાકીની ટીમો ની સ્થિતી

પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે નંબર વન, ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ સાથે બીજા નંબરે, મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે, લખનૌ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને 0.388 નેટ રનરેટ સાથે પાંચમા નંબરે હાજર છે.

ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ 5 જીત, 10 પોઈન્ટ અને -0.079 નેટ રનરેટ સાથે છઠ્ઠા, RCB 5 જીત, 10 પોઈન્ટ અને -0.345 નેટ રનરેટ સાથે  સાતમા, પંજાબ કિંગ્સ 5 જીત , 10 પોઈન્ટ અને – 0.441 સાથે આઠમા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 4 જીત, 8 પોઈન્ટ અને -0.472 નેટ રનરેટ સાથે 10 માંથી નવમા સ્થાને છે અને દિલ્હી કેપિટલ્સ 10 માંથી 4 જીત, 6 પોઈન્ટ અને -0.529 નેટ રનરેટ સાથે 10મા ક્રમે છે.

 

संबंधित पोस्ट

कभी लगाई थी गंगा में छलांग, आज IPL में है 8 करोड़ की सैलरी, KKR पर पड़ेगा भारी, देखें कौन है ये खिलाडी 

Admin

कॉमनवेल्थ गेम्स 2022: बर्मिंघम में भारतीय पदक विजेताओं की पूरी लिस्ट

Karnavati 24 News

झारखंड की बेटी अष्टम करेगी भारतीय फुटबॉल टीम की कप्तानी.. FIFA WOMEN’S WORLD CUP 2022

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને નવ વિકેટે હરાવ્યું, હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ

CSK vs RR: जोस बटलर बने आईपीएल इतिहास में सबसे तेज 3000 रन बनाने वाले तीसरे खिलाड़ी 

Admin

विराट से कितनी अलग है रोहित की कप्तानी, क्यों हिटमैन को पसंद करते हैं युवा खिलाड़ी, पूर्व क्रिकेटर ने बताई वजह

Karnavati 24 News