Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

આંખના પલકારામાં 300 કિમીની ઝડપ! દેશમાં લોન્ચ થઈ આ દમદાર કાર, કિંમત છે આટલી

Lamborghini Urus Performante ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. જૂના ઉરુસની સરખામણીમાં કારની ડિઝાઇનમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં સ્પેશિયલ પિલેરી પી ઝીરો ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેના વજનમાં 47 કિલોનો ઘટાડો થયો છે.

Lamborghini એ તેની નવી SUV Urus Performante ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 4.22 કરોડ રાખવામાં આવી છે. IC એન્જીન સાથે લોન્ચ કરાયેલ કંપનીએ દાવો કર્યો છે કે Lamborghini Urus Performante 3.3 સેકન્ડમાં 0-100 kmphની સ્પિડ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 306 kmph હોવાનું કહેવાય છે.

એન્જિનની કેપેસિટી
Lamborghini Urus Performanteમાં કંપનીએ પહેલું 4.0-લિટર ટ્વિન-ટર્બો V8 એન્જિન આપ્યું છે. આ જ એન્જિન કંપની દ્વારા રેગ્યુલર ઉરુસમાં પણ આપવામાં આવે છે. જોકે તે 666 hp એટલે કે સ્ટાન્ડર્ડ Urus કરતાં 16 hp વધુ પાવર જનરેટ કરે છે. સાથે જ 850 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

4 ડ્રાઇવિંગ મોડ્સ
Urus Performanteમાં કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. સ્પોર્ટ સસ્પેન્શનને અલગ સ્વિચ મળે છે. ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ સ્ટ્રીટ, સ્પોર્ટ અને ટ્રેક સાથે, તેમાં રેલી મોડનો ચોથો ઓપ્શન પણ છે. Urus Performante ઊંચાઈમાં 20mm નાની, 16mm પહોળી અને જૂના Urus કરતાં 25mm લાંબી છે. એકંદરે તેના વજનમાં 47 કિલોનો ઘટાડો થયો છે.

ડિઝાઇનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી
Urus Performante ની ડિઝાઇનમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે. કારના બોનેટ અને ફ્રન્ટ બમ્પરને કૂલિંગ વેન્ટ્સ સાથે એગ્રેસિવ લુક આપવામાં આવ્યો છે. બાજુને નવા વેન્ટ્સ સાથે નવી ડિઝાઇન પણ મળે છે. તેને વધુ સારી એરોડાયનેમિક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ વ્હીકલમાં 23 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. Lamborghini Urus Performante સ્પેશિયલ પિલારી પી ઝીરો ટાયરનો ઉપયોગ કરે છે અને તેને ફાઈબર રુફ મળે છે. બેક સાઇડમાં અલ્ટ્રા લાઇટ ટાઇટેનિયમ એક્ઝોસ્ટનું ફિચર્સ આપવામાં આવ્યું છે.

કાર ઇન્ટરનલ
સીટોને નવી હેક્સાગોનલ ડિઝાઈન આપવામાં આવી છે. લેધર રેપિંગ તેના લૂકને શાનદાર બનાવે છે. કારની સીટ્સ, ડોર અને રુફની લાઇનિંગ પર ‘પર્ફોર્મન્ટ’ બેજ છે. કારના ઈન્ટિરિયરમાં મેટ બ્લેક ફિનિશ પણ આપવામાં આવી છે.

संबंधित पोस्ट

જિયો અને એરટેલને ટક્કર આપવા આવી રહ્યા છે એલોન મસ્ક, SpaceX એ ભારતમાં સર્વિસ શરૂ કરવાની માગી મંજૂરી

Admin

WhatsApp ફીચર અપડેટઃ હવે WhatsApp થશે વધુ સુરક્ષિત, લોગીન માટે ડબલ વેરિફિકેશન સાથે, Undo વિકલ્પ પણ ઉપલબ્ધ થશે

Karnavati 24 News

ફોર્ડે ઈલેક્ટ્રિક વાહનો માટે એક અલગ યુનિટ બનાવ્યું, બિઝનેસ ઝડપથી વધારવાની કરી તૈયારી

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

સ્માર્ટફોનમાં નેટવર્કના ઇસ્યુ છે? તો આ 1 ફેરફાર કરો અને મેળવો જબરજસ્ત પરિણામ

Karnavati 24 News

કિઆએ ચૂપ ચાપ રીતે 13.39 લાખમાં લોન્ચ કરી સોનેટ એક્સ-લાઇન, આ રેન્જમાં આ કાર કોમ્પિટિટર્સનો છોડાવશે પરસેવો

Karnavati 24 News