Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

જિયો અને એરટેલને ટક્કર આપવા આવી રહ્યા છે એલોન મસ્ક, SpaceX એ ભારતમાં સર્વિસ શરૂ કરવાની માગી મંજૂરી

Starlink Internet In India: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk) ટૂંક સમયમાં ભારતના ટેલિકોમ સેક્ટર (Telecom Sector) માં પ્રવેશ કરી શકે છે. તેના માટે તેમની કંપની સ્ટારલિંક બ્રાન્ડ ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા (Satellite Internet Service) શરૂ કરવાની મંજૂરી માંગી શકે છે. જો કંપનીને આ મંજૂરી મળી જાય તો ભારતના ટેલિકોમ સેક્ટર (Telecom Sector of India) માં મોટો બદલાવ આવી શકે છે. એક અહેવાલ મુજબ સ્ટારલિંક ભારતીય બજારમાં એક્સેસ અને લેન્ડિંગ રાઈટ્સ માટે મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે કંપની આ મામલે ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના સંપર્કમાં છે. જો કે કંપની અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

જિયો અને સ્ટારલિંક વચ્ચે થશે જોરદાર સ્પર્ધા
આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એલોન મસ્કની કંપની ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન્સ બાય સેટેલાઇટ (Global Mobile Personal Communications By Satellite – GMPCS) ના લાઇસન્સ માટે ખૂબ જ જલ્દી અરજી કરી શકે છે. તે જ સમયે મુકેશ અંબાણી (Mukesh Ambani) ની રિલાયન્સ જિયો (Reliance Jio) અને ભારતી ગ્રૂપની માલિકીની વનવેબ (OneWeb) ની માલિકીની કંપનીઓએ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસિઝ (Internet Services in India) માટે અરજી કરી છે. આવી સ્થિતિમાં જો સ્ટારલિંકને દેશમાં કામ કરવાની મંજૂરી મળે છે, તો સ્ટારલિંક અને રિલાયન્સ જિયો વચ્ચે આકરી સ્પર્ધા થવાની સંભાવના છે.
આ દેશોમાં સ્ટારલિંકે શરૂ કરી પોતાની ઈન્ટરનેટ સર્વિસિઝ
આપને જણાવી દઈએ કે એલોન મસ્ક (Elon Musk Starlink) વિશ્વભરમાં સ્ટારલિંકની સર્વિસિઝના જાળને ફેલાવવાનો પ્રાયસ કરી રહ્યા છે. આ વર્ષે કંપનીએ જાપાન (Japan) માં તેમની ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનું શરૂ કર્યું છે. આ સિવાય વર્ષ 2023 સુધીમાં કંપની પોતાની સેટેલાઇટ સેવાઓ દ્વારા દક્ષિણ કોરિયા (South Korea) માં ઇન્ટરનેટ સેવાઓ પણ શરૂ કરશે.

संबंधित पोस्ट

સ્વિચ CSR 762 લોન્ચ: ઇલેક્ટ્રિક બાઇકમાં ગુજરાતના સિંહો, 40 હજારની સબસિડી; કિંમત રૂ. 1.65 લાખ

Karnavati 24 News

વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ

Admin

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

મોબાઈલ કંપનીએ લોન્ચ કરી ચાર્જિંગ હાઈબ્રિડ SUV કાર જોઈને અન્ય કંપનીઓ ટેન્શનમાં!

Karnavati 24 News

બહેતર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: MG મોટર, કેસ્ટ્રોલ EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે Jio-BP સાથે ભાગીદારી કરશે

Karnavati 24 News

EV: મોંઘા કાચા માલના કારણે કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ, ભાવ 10% વધશે

Karnavati 24 News