Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણ

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

ભાજપે આજે સંકલ્પ પત્ર જારી કર્યું છે. જેમાં ચૂંટણી પહેલા કેટલાક વચનો આપ્યા હતા. આ દરમિયાન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, આજના સંવિધાન દિવસે મહત્વનું સંકલ્પ પત્ર લોન્ચ થયું છે. ગુજરાત વૈભવ અને ભવ્ય બને તે આધારે જ આગળ વધી રહ્યું છે આ રાજ્ય. આ સામાજિક પરીવર્તન અને સાંસ્કૃતિક ચેતના લાવવાળી ભૂમી છે. રાજનિતીક દ્રષ્ટીથી દિશા આપનારી આ ભૂમી છે તેમ તેમણે કહ્યું હતું અને સંકલ્પ પત્રના વચનો વિશે કહ્યું હતું.

ભાજપના આ મહત્વના વાયદાઓ

– આયુષ્માન ભારતમાં 5 લાખની જગ્યાએ 10 લાખ રુપિયા કરાયા
– 25 હજાર કરોડના ખર્ચે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરાશે
– સાયબર હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનોમાં શરુ કરાશે,
– દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે
– 1 હજાર ઈ બસોનો કાફલો ઉમેરાશે
– 10 હડજાર કરોડના ખર્ચે કૃષિ ઈન્ફ્રા.નું નિર્માણ થશે,
-ખેડૂત મંડળો, એપીએમસીને મજબૂત કરવામાં આવશે,
– મેડિકલ સીટોમાં 30 ટકાનો વધારો કરાશે,
– અગ્રેસર આદિજાતિ, ઈકોનોમી ક્ષેત્રે અગ્રેસર કામો થશે
– કેજીથી પીજી સુધી મહિલાઓને ફ્રી શિક્ષણ અપાશે
– અગ્રેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંકલ્પ
– વ્હાલી દીકરી હેઠળ નાણાકીય સહાય વધારાશે
– અગ્નિવીર માટે મહિલાને વન ટાઈમ 50 હજારની ગ્રાન્ટ
– ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ અપાશે
– 5 વર્ષમાં 1 લાખથી વધુ મહિલાઓને નોકરી આપવાનું કામ
– આગામી 5 વર્ષમાં 20 લાખની રોજગારીનું વચન
– આર્થિક રીતે નબળા પરીવારની મહિલાઓને ટૂ વ્હિલર અપાશે
– 10 હજાર કરોડના બજેટનો સંકલ્પ
– ગૌશાળા માટે 500 કરોડનું વધારાનું બજેટ
– ગુજરાત પોલીસની સ્પેશિય મહિલા કમાન્ડો ફોર્સ બનાવાશે
– સાઉથ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 સી ફૂડ પાર્ક બનશે

સીઆર પાટીલે કહી આ વાત
બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુમાં કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં લોકોના સૂચનો મેળવીને સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યા છે. આજે બંધારણ દિવસે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. સંકલ્પ પત્રમાં આપેલા વચનો બધા જ પૂર્ણ કરાયા છે તો કેટલાક પાઈપલાઈનમાં છે. સંકલ્પ પત્ર બનાવવા માટે 12 હજાર સંકલ્પ પેટી મુકાઈ હતી. વોટ્સએપ નંબર લોકોના સૂચનો માટે કાર્યક્રમો પણ કરાયા હતા. આ સંકલ્પ પત્રમાં સમાજ જીવનના સૂચનો એકત્રિત કરવામાં આવ્યા હતા.

જાણો સીએમએ શું કહ્યું
સીએમ ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ પત્ર લોન્ચિંગ પ્રસંગે કહ્યું કે, ગુજરાતના સૌ નાગરીકો સમક્ષ આજે રજૂ થયું છે. ગુજરાતનાી જનતાએ ભાજપને સમર્થન આપ્યું છે. ભાજપનો આ સંકલ્પ પત્ર માત્ર ચૂંટણી લક્ષી વચનો આપવાનું ઘોષણા પત્ર નથી. આ વૈશ્વિક વિકાસ યાત્રાનો દસ્તાવેજ છે. આપણે 2 દાયકાથી જનસેવાને જ સાધના બનાવી છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી અમૃતકાળમાં પ્રવેશ્યા છે. જે કહેવું તે કરવું જે કરી શકીએ તેટલુંજ કરવું એ ભાજપની કાર્યપદ્ધતિ છે. અમે આ કામો બહાર પાડીશું.

संबंधित पोस्ट

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ACBના દરોડામાં મળી લાખોની રોકડ અને ગેરકાયદેસર હથિયાર

NCP પદ ગ્રહણ સમારોહ

Karnavati 24 News