Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

ભારતની મહાન મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સના મેદાન પર પોતાની કરિયરની અંતિમ મેચ રમી રહી છે. અંતિમ મેચ પહેલા ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમ મીટિંગ દરમિયાન ભાવુક જોવા મળી હતી અને હરમનને ગળે લગાવીને રડી પડી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

20 વર્ષથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલ આ ફાસ્ટ બોલર જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ વન ડે મેચ રમવા માટે મેદાન પર આવી તો કેપ્ટન હરમનપ્રીત કૌરે તેને ટોસ દરમિયાન પણ ખુદ સાથે રહેવાનો આગ્રહ કર્યો હતો અને ઝૂલને તેનો સ્વીકાર પણ કર્યો હતો.

ઝૂલન ગોસ્વામીની શાનદાર ક્રિકેટ કરિયર અને તેની જીંદગી પર એક ફિલ્મ ચકદા એક્સપ્રેસ પણ બની રહી છે, જેમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ઝૂલન ગોસ્વામીએ ભારત માટે 12 ટેસ્ટ મેચ, 214 વન ડે અને 68 ટી-20 મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં મળીને ઝૂલન ગોસ્વામીએ કુલ 353 વિકેટ ઝડપી છે.

ઝૂલન ગોસ્વામીને બંગાળ ક્રિકેટ સંઘ સમ્માનિત કરશે, ઇડન ગાર્ડન્સના એક સ્ટેન્ડનું નામ રાખશે

બંગાળ ક્રિકેટ સંઘ (CAB)એ ભારતની દિગ્ગજ મહિલા બોલર ઝૂલન ગોસ્વામીને સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. સીએબીના અધ્યક્ષ અભિષેક દાલમિયાએ જાહેરાત કરી છે કે ઝૂલન ગોસ્વામીના નામ પર ઇડન ગાર્ડન્સમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે. જોકે, હજુ એપેક્સ કાઉન્સિલ પાસેથી તેની મંજૂરી મળવાની બાકી છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ વન ડે મેચની સીરિઝની અંતિમ મેચમાં ઝૂલન ગોસ્વામીને શાનદાર વિદાય આપવામાં આવી હતી. તમામ ભારતીય ખેલાડી ઝૂલન ગોસ્વામીને વિદાય આપવા પહેલા એક સાથે ભેગા થયા હતા. આ દરમિયાન પણ તમામે યાદગાર ક્ષણોને યાદ કરી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના વચગાળાના ચીફ એક્ઝીક્યૂટિવ ક્લેયર કોનોર અને હેડ કોચ લીસા કાઇટલેએ ઝૂલનને ઇંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા સાઇન કરવામાં આવેલી જર્સી ગિફ્ટ કરી હતી.

संबंधित पोस्ट

ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ

Karnavati 24 News

T20 World Cup: ઓસ્ટ્રેલિયા પહોચી ટીમ ઇન્ડિયા, સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ પ્રેક્ટિસ મેચ

T20 વર્લ્ડ કપ: 10 એવી બાબતો જે સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા માટે T20 વર્લ્ડ કપ જીતવો અસંભવ જ હતો

Karnavati 24 News

IND vs AUS T20: રોહિત શર્માએ જેની પ્રતિભાને ઓળખવામાં ચૂક કરી તે ભારતનું ટેન્શન વધારવા તૈયાર

IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

Karnavati 24 News

ઝિમ્બાબ્વે સામે ભારતનો અદભૂત વિજય, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે

Admin