શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.
ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે. માતા શૈલપુત્રીના મુખ પર કાંતિમય તેજ દેખાય છે. માતા શૈલપુત્રીના ડાબા હાથમાં કમળનું પુષ્પ અને જમણા હાથમાં ત્રિશૂળ હોય છે. તેમની સવારી વૃષભ છે. માતા પોતાના ભક્તોનો ઉદ્ધાર કરી દુખોને દૂર કરે છે.
તેમનું નામ શૈલપુત્રી કઈ રીતે પડ્યું. શૈલનો અર્થ છે પર્વત. પર્વતોના રાજા હિમાલયના ઘરમાં માતા શૈલપુત્રીએ પુત્રી તરીકે જન્મ લીધો હતો. માટે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. દેવી શૈલપુત્રીને દેવી પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે.
વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો આરંભ 8 એપ્રિલે રાત્રે 11.52 મિનિટથી થશે અને તેનું સમાપન 9 એપ્રિલે રાત્રે 8.28 મિનિટ પર થશે. એવામાં 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ જશે.
પ્રિય રંગ- નવરાત્રિના પ્રથમ દિવસને પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસ માતા શૈલપુત્રીનો છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતાની કૃપા જળવાઈ રહે છે.