જ્યારે સુષ્મિતા સેને તેની મોટી દીકરીને દત્તક લીધી ત્યારે તે માત્ર 24 વર્ષની હતી. અભિનેત્રીના આ નિર્ણયે તે સમયે બધાને ચોંકાવી દીધા હતા કારણ કે, તે સમયે અભિનેત્રી ઘણી નાની હતી.
સુષ્મિતા સેનને 2 દીકરીઓ છે અને બંને દીકરીઓને અભિનેત્રીએ દત્તક લીધી છે. સુષ્મિતાએ વર્ષ 2000માં મોટી પુત્રી રેનેને દત્તક લીધી હતી. અલીશાને સુષ્મિતાએ વર્ષ 2010માં દત્તક લીધી હતી. સુષ્મિતા તેની બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરે છે.
હવે અભિનેત્રીએ એક પુત્ર પણ દત્તક લીધો છે. સુષ્મિતા બુધવારે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન સુષ્મિતા સાથે બંને પુત્રી અને પુત્ર હતા. સુષ્મિતાએ ફોટોગ્રાફર્સની સામે પુત્રનો પરિચય કરાવ્યો હતો.
જો કે, આ દરમિયાન અભિનેત્રીના પુત્રએ માસ્ક પહેર્યું છે, તેથી તેનો ચહેરો જોઈ શકાતો નથી.આ દરમિયાન અભિનેત્રીના ચહેરા પર પુત્ર વિશેની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સુષ્મિતાએ રોહમન શૉલ સાથે બ્રેકઅપની જાહેરાત કરી હતી. બંનેના બ્રેકઅપથી ફેન્સ ખૂબ જ દુખી હતા.
સુષ્મિતાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે આર્ય 2માં જોવા મળી હતી. પહેલા ભાગની જેમ આ ભાગને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.