Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

‘શ્રી કમલમ’ ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ

(જી.એન.એસ) તા. ૬

ગાંધીનગર,

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ કોબા ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રેસવાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્રસ્થાને રહ્યુ છે જેના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરિબ તેમજ નાના મા નાના વ્યક્તિને વિકાસની મુખ્યધારામાં લાવવાનું કામ થયું છે. શ્રી મોદીજીએ આવાસ, આરોગ્ય, આહાર, આજીવીકા માટેની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે. આ વિવિધ યોજનાઓ થકી છેલ્લા એક દાયકામાં દેશમાં 25 કરોડથી વધુ ગરીબો ગરીબીરેખાથી બહાર આવ્યા છે. 

   મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ VB-G RAM-G યોજના લઇને આવ્યા છે. આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસ કામ મળતુ હતુ હવે શ્રી મોદીજીના નેતૃત્વમાં બનેલી VB-G RAM-G યોજનામાં 125 દિવસ કામની ગેરેંટી મળશે. આમા કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયુ છે. વાવણી અને કાપણીની મોસમમાં  60 દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઇ કરવામાં આવી છે  જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. VB-G RAM-Gમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ કુલ 185 દિવસ રોજગારી મળી શકશે.આ યોજનાનમાં કેન્દ્ર સરકારથી  ગ્રામ પંચાયત સુધી  વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે.  જેનાથી આપણે સંતુલિત વિકાસની દિશામાં વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસીત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્યું છે. 

 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યોજનાના સુચારુ અમલ માટે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ સાથે  બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન, જીયોટેગીંગ  અને રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત થશે. વેતનની ચૂંકવણી પણ સમયસર થાય તે માટે વિલંબ માટે વળતરની પણ જોગવાઇ છે. વિકસીત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામ જી યોજના ગરિબોનું સન્માન કરીને ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્માન ને સાકાર કરવામાં ગામાડા અને ગરિબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઇ આપશે. 

  પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માં પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતની અગ્રેસરતા સાથેના વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નિર્ણાયકતા અને દૂરંદેશીતા સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025  ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની દેશની કેન્દ્ર સરકારનું આ જ દિશામાં એક અતિમહત્વપૂર્ણ પગલું છે. આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે.

   મનરેગા 2005માં શરૂ થઈ હતી, પરંતુ ત્યારથી આજનું ગ્રામીણ ભારત ઘણું બદલાઈ ચૂક્યું છે. ગ્રામીણ ગરીબી 2011-12માં 25.7 ટકા હતી, જે 2023-24માં ઘટીને 4.86 ટકા થઈ છે. સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો વિસ્તર્યા છે. તેથી 2005ની પરિસ્થિતિ મુજબ બનાવેલ યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા, આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. MGNREGA માટી કામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી મર્યાદિત હતી જ્યારે VB-G RAM-G નો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય MSME અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે. 

   શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મનરેગામાં 100 દિવસ કામની ગેરેંટી હતી  જ્યારે VB-G RAM-Gમાં 125 દિવસના કામની ગેરંટી આપવામાં આવી છે. મનરેગામાં 15 દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે VB-G RAM-Gમાં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. VB-G RAM-Gમાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને AI ના ઉપયોગથી પારદર્શીતા વધવાથી  નકલી જોબકાર્ડ થી ફરજી લાભાર્થીઓ લાભ નહિ લઈ શકે, મનરેગામાં થતો ભ્રષ્ટાચાર અટકશે. કોંગ્રેસના નેતા પુર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવગાંધી કહેતા કે  તેઓ એક રૂપિયો મોકલે તો જનતા સુધી માત્ર 15 પૈસા પહોંચતા હતા વચેટીયાઓ જનતાના પૈસા ખાઇ જતા હતા. આજે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાય સીધી પહોંચે છે. 

   શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કહ્યુ હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે 600 સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. 1980માં ઇન્દિરા ગાંધીજીએ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. 2004માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ 2005માં તેને ફરીથી બદલીને મનરેગા  કરવામાં આવ્યું. તો જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું? 

    શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, મૃત્યુ સમયે પણ મહાત્મા ગાંધીજીના મુખે ભગવાન શ્રી રામનું નામ હતું, તેમના મુખેથી છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ હે રામ! હતો. રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા રહી છે. રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને તકલીફ છે. તે સમજાતું નથી કે શ્રી રામનો જન્મ ભારતમાં થયો હતો આ દેશ સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને વાંધો છે એટલે કે ટુંકમાં કહીએ તો કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ગામડાનો વિકાસ અને રોજગારી મળી રહે તે દિશામાં વિચાર્યુ નથી.

    શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે,  કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી રહી છે,કોંગ્રેસ ભ્રષ્ટાચારને બચાવવાનું આંદોલન કરી રહી છે. સંસદમાં જ્યારે VB-G RAM-G પર ચર્ચા થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્યા હતા? 2004 થી 2014 દરમિયાન મનરેગામાં રૂ.2.5 લાખ કરોડ રૂપિયા વપરાયા જ્યારે 2014 થી 2024 દરમિયાન મોદીજીના સાશનમાં મનરેગામાં અંદાજે 8.5 લાખ કરોડ રૂપિયા વપરાયા છે. 

    શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે,  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું  કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે. 

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (૨૬/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં નોંધાયા

Gujarat Desk

વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન

Gujarat Desk

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Gujarat Desk

અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

Gujarat Desk
Translate »