અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવીઓ માટે ઉજ્વલા ગૅસ કનેક્શન, આયુષ્યમાન ભારત યોજના તેમજ ગુજરાતને ટૂરિઝમ ક્ષેત્રે અગ્રિમ હરોળમાં મૂકી શકે તેવી સરદાર પટેલ પ્રતિમા, તેમજ “દિવ્ય કાશી ભવ્ય કાશી” જેવા વિવિધ ક્ષેત્રે ભારતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક એમ સર્વાંગી પ્રગતિના આર્ષદ્રષ્ટા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ૬૧૦૦ કિમી દરિયાને કેવી રીતે અવગણી શકે ? આજ સુધી ઘોઘા ખાતે રોરો ફેરી સર્વિસ બાબતે કોઈ વિચારી પણ ન શક્યું ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપનાર માનનીય નરેન્દ્રભાઈએ દેશમાં અનેક પોર્ટના વિકાસ માટે તેમની સ્વપ્નસમી “સાગરમાલા પરિયોજના” અંતર્ગત બંદરના આધુનિકરણ, કનેક્ટિવિટી, બંદરો પાસે જ ઔધીગીકરણ સ્થાપવું, દરિયા કિનારે રહેતા માછીમારોના કૌશલ્યના વિકાસ માટે “કોસ્ટલ કૉમ્યુનિટી ડેવલોપમેન્ટ” તેમજ બંદરો સાથે રોડ, રસ્તા અને રેલ્વેની કનેક્ટિવિટી તેમજ જહાજોના નિર્માણ વિગેરે બાબતો માટે એસ.ડી.સી.એલ. (સાગરમાલા)ની રચના કરેલ. દેશનો સૌથી મોટો દરિયો કિનારો ૧૬૦૦ કિમી લંબાઈ ધરાવતા ગુજરાત રાજ્યના ભાવનગરના એમ.જી રોડ વ્યાપારી એસોસિએશન, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલ