Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે રાજ્ય સરકારના વિભાગો દ્વારા બજેટ અન્વયે કરાયેલા ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી

(G.N.S) Dt. 18

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26 ના આ વર્ષના બજેટ અન્વયે રાજ્ય સરકારના બધા વિભાગોએ નવેમ્બર 2025 સુધીમાં કરેલા ખર્ચની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સમીક્ષા દરમિયાન વિભાગોએ તા.30 નવેમ્બર 2025 સુધીમાં બજેટ અંતર્ગત કરેલા ખર્ચનો તુલનાત્મક રીવ્યુ કરતાં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષની બજેટ જોગવાઈ સામેના ખર્ચમાં થયેલા વધારાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

એટલું જ નહીં, તેમણે તમામ વિભાગોને તેમનું આયોજન વધુ સંગીન કરીને નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તથા આગામી વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધુ સુધારો થાય તે માટેના પણ દિશા નિર્દેશો આપ્યા હતા.

નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વાહન-વ્યવહાર અને વન-પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર અને તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવશ્રીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ ફાળવણી સામે રાજ્ય સરકારના વિભાગો દ્વારા થયેલા ખર્ચની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવાના શરૂ કરેલા ઉપક્રમમાં યોજાયેલી આ અગાઉની બેઠકમાં થયેલા સૂચનો સંદર્ભે ખર્ચની ગુણવત્તા સુધારવા વિભાગોએ લીધેલા પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરી હતી.

તેમણે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સિસ્ટમેટિક ટેસ્ટીંગ અને ક્વોલિટી મોનિટરિંગ કરવાનું સૂચન કરતાં એવા દિશા નિર્દેશો આપ્યા કે, જો આવા પ્રોજેક્ટ્સમાં કોઈપણ વિસંગતતાઓ ધ્યાનમાં આવે તો તેના ઉપર કડક પગલાં પણ લેવામાં આવે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા જે રીતે ક્વોલિટી સેલ ઉભું કરવામાં આવ્યું છે તે મુજબ અન્ય વિભાગો પણ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પગલા ભરે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વ્યક્તિગત લાભાર્થીઓને સહાય પુરી પાડતી તમામ યોજનાઓ સમયસર અમલમાં મુકવી જોઈએ તે બાબત પર ભાર મુકતા કહ્યું કે, શિષ્યવૃત્તિ અને અન્ય સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન અને વિધવા સહાય પેન્શન ખરેખર મળવા પાત્ર હોય તેવા સાચા લાભાર્થીઓને સમયસર મળે.

સંબંધિત વિભાગો આવી યોજનાઓનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પોતાની પાસેના ઉપલબ્દ્ધ ડેટાઓનો ઉપયોગ કરે તેવી હિમાયત મુખ્યમંત્રીશ્રીએ કરતાં સૂચના આપી કે, કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની જોગવાઈઓ સામે સમયસર ખર્ચ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું અને એ પછીની આનુષંગિક કામગીરી પુરી કરીને ભારત સરકાર તરફથી મહત્તમ ભંડોળ મેળવવાનું જરૂરી ફોલોઅપ કરવું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખરેખર લાભાર્થી સુધી લાભ પહોંચે તે પ્રમાણે કામગીરી કરવા અને જે પ્રોજેક્ટ્સ પ્લાનીંગ સ્ટેજ પર હોય તેને ઝડપથી પુર્ણ કરીને ખરા અર્થમાં અમલવારી સુનિશ્ચિત કરવાની પણ સુચનાઓ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓને આપી હતી.

નાણાં વિભાગના અગ્ર સચિવશ્રીએ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતાં નાણાં વિભાગ સહિત બધા જ વિભાગો ગુણવત્તા યુક્ત અને સમયસર ખર્ચ સુનિશ્ચિત કરવા માટેના સઘન પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી.

संबंधित पोस्ट

સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક

Gujarat Desk

કપડવંજમાં બંધક બનાવ્યા બાદ ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂ.2.85 લાખની લૂંટ થયું

Gujarat Desk

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

52,400 મુલાકાતીઓ સાથે ખીજડિયાએ મજબૂત કરી ગુજરાતની ઇકો-ટુરિઝમ ઓળખ; વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માં ગુજરાતની ઇકોલોજીકલ શ્રેષ્ઠતા તરીકે ઉભરી આવશે ખીજડિયા પક્ષી અભયારણ્ય

Gujarat Desk

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા ના વૃક્ષોનું નિકંદન, ટ્રેક્ટર વનવિભાગના હવાલે કરાયું

Karnavati 24 News

અમદાવાદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું

Gujarat Desk
Translate »