Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકવામાં અમેરિકાની ભૂમિકાના ટ્રમ્પના દાવાને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ફગાવી દીધા

(જી.એન.એસ) તા. 19

નવી દિલ્હી,

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સોમવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિને માહિતી આપી હતી. આ બેઠકમાં સમિતિના સાંસદોએ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામ તથા ટ્રમ્પની મધ્યસ્થીના દાવા અંગે સવાલ ઉઠાવ્યા. સૂત્રો અનુસાર જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈની મધ્યસ્થી નથી. આ નિર્ણય દ્વિપક્ષીય સ્તર પર લેવાયો હતો. 

વિક્રમ મિસરીએ ઓપરેશન સિંદૂર તથા તે બાદના સમગ્ર ઘટનાક્રમ વિશે સમિતિને જાણકારી આપી. પહલગામ હુમલા બાદ ભારતે કઈ રીતે પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા તેની પણ જાણકારી આપવામાં આવી. જાણકારી અનુસાર સંસદીય સમિતિએ વિક્રમ મિસરીને સીઝફાયર તથા તેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભૂમિકા અંગે કેટલાક સવાલો કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, જે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત થઈ ત્યારે પણ ટ્રમ્પે સીઝફાયરમાં મધ્યસ્થીનો દાવો કર્યો હતો.  ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નહોતું. થોડા દિવસ બાદ વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું, કે ‘મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં મદદ કરી. મેં બંને દેશોને કહ્યું કે જો તમે રોકાશો નહીં તો અમેરિકા તમારી સાથે કોઈ વેપાર નહીં કરે. જે બાદ બંને દેશો રોકાયા. મારી સરકારે પરમાણુ યુદ્ધ થતાં અટકાવ્યું, મને લાગે છે કે ખતરનાક પરમાણુ યુદ્ધ થયું હોત જેમાં લાખો લોકો માર્યા ગયા હોત. મને ગર્વ છે કે સીઝફાયરમાં મદદ કરી. ઉપપ્રમુખ જે ડી વેન્સ અને વિદેશ મંત્રી રૂબિયોનો આભાર.’ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું, કે સ્થિતિ અત્યંત ગંભીર હતી. બંને દેશોની નેતૃત્વ ક્ષમતા અને સમજદારીના કારણે પરિસ્થિતિ સારી થઈ. 

संबंधित पोस्ट

કલેકટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત આકસ્મિક તપાસ દ્વારા બિનઅધિકૃત ખનીજનો જથ્થો પકડતા દહેગામ મામલતદારશ્રી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

Gujarat Desk

ધોળકાના ખેડૂત મહેશભાઈ એ કમોસમી વરસાદમાં પાકને સમયસર લણી લીધો – મશીનથી બીજા ખેડૂતોનાં પાકની કાપણી કરી એક્સ્ટ્રા આવક મેળવી શક્યા

Gujarat Desk

શીત યુદ્ધ દરમિયાન રશિયા સામે લડવા માટે અમેરિકાએ બનાવેલા લશ્કરી મથક પર ટ્રમ્પ પુતિનને મળશે

Gujarat Desk

જુલાઈ ૨૦૨૫માં જથ્થાબંધ મોંઘવારી બે વર્ષના તળિયે…!!

Gujarat Desk

મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો

Gujarat Desk
Translate »