Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અખાડાથી દીવના દરિયાકિનારા સુધી – મલ્લખંભે ખૂબ લાંબી મજલ કાપી છે

દીવમાં ચાલી રહેલા 2025 ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં મલ્લખંભનો ડેમો ગેમ તરીકે સમાવેશ

(જી.એન.એસ) તા. 19

દીવ,

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 (KIBG)ની પ્રથમ આવૃત્તિમાં ડેમો ગેમ તરીકે સમાવેશ થયા પછી, મલ્લખંભના આયોજકો સ્વદેશી રમતને તેની પહોંચમાં મોટો વધારો મળવાની શક્યતાથી ઉત્સાહિત છે. વાસ્તવમાં, મલ્લખંભ સ્પર્ધાને ડેમો ગેમ તરીકે આયોજિત કરતી વખતે તેનામાં એક અલગ પ્રકારનું વાતાવરણ હોય છે.

મલ્લખંભ સામાન્ય રીતે અખાડા સાથે સંકળાયેલ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ હાલમાં તે દીવના ઘોઘલા બીચ પર યોજાઈ રહ્યો છે અને આયોજકોને તેની પાસેથી ઘણી આશાઓ છે.

1980માં ભારતીય મલ્લખંભ ફેડરેશનના સ્થાપક સભ્ય કે.એસ. શ્રીવાસ્તવને ગર્વ છે કે આ રમત ખૂબ આગળ વધી છે અને આજે તેને જે પ્રકારની માન્યતા મળી રહી છે તેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી.

“મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મલ્લખંભ દરિયા કિનારે આયોજિત થશે. તે મૂળભૂત રીતે એક અખાડાની રમત છે. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. હું તેને એક વ્યક્તિગત સિદ્ધિ માનું છું કારણ કે મેં આખી જિંદગી મલ્લખંભને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે,” શ્રીવાસ્તવે કહ્યું હતું, જેમણે 1980માં વિક્રમ એવોર્ડ જીત્યો હતો (આ એવોર્ડ મધ્યપ્રદેશના રમતવીરોને તેમની રમતગમતની શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે).

ભારતમાં મલ્લખંભના પ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા યોગેશ માલવિયાને પણ ઘણી આશાઓ છે. તેમણે કહ્યું, “મલ્લખંભ માટે આ આગળ વધવાનો માર્ગ છે. જો આપણે આ રમતને લોકપ્રિય બનાવવા માંગીએ છીએ, તો આપણે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડવી પડશે. આપણે નવા રસ્તાઓ શોધવા પડશે અને પરંપરાગત જગ્યાએ નહીં, પણ દરિયા કિનારે તેનું આયોજન કરવું તેમાંથી એક છે. આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.”

શુભમ બાળાસાહેબ અહિર (જે નાસિકના છે પણ હવે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં મલ્લખંભ શીખવે છે) ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની વ્યવસ્થાનું નિરીક્ષણ કરનારા મુખ્ય વ્યક્તિઓમાંના એક છે. તેમનું માનવું છે કે યોગ, જિમ્નેસ્ટિક્સ અને કુસ્તીનું મિશ્રણ – મલ્લખંભમાં છે. જ્રનો કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વિકાસ થવાની સંભાવના છે.

“શરૂઆતમાં મને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ ધીમે ધીમે વસ્તુઓ બદલાઈ રહી છે. હું આદિવાસી બાળકોને ભણાવું છું. તેઓ એવા વિસ્તારોમાં રહે છે જ્યાં કોઈ ફોન કૉલ કરી શકાતો નથી. કારણ કે ત્યાં કોઈ કનેક્ટિવિટી નથી. પરંતુ આ બાળકો શારીરિક રીતે મજબૂત છે અને તે જ એક કારણ છે કે તેઓએ આ રમત અપનાવી છે,” તેમણે કહ્યું હતું.

KIBGમાં, મલ્લખંભનો ડેમો ગેમ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં, છોકરાઓ અને છોકરીઓ ટીમ અને પિરામિડ ચેમ્પિયનશિપમાં પ્રદર્શન કરવા માટે તૈયાર હતા. પરંતુ હવે આયોજકોએ તેને સ્પર્ધાત્મક બનાવવાનું નક્કી કર્યું છે.

આ અંગે વિગતવાર જણાવતા માલવિયા કહે છે, “શરૂઆતમાં અમારી પાસે એક અલગ યોજના હતી. પરંતુ તેને વધુ રોમાંચક બનાવવા માટે અમે હવે તેને સ્પર્ધાત્મક બનાવી છે. પરંતુ તે માટે કોઈ મેડલ દાવ પર રહેશે નહીં.”

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિનંતી પર ભારત સરકાર પાંચ સ્વદેશી રમતોને દેશમાં લોકપ્રિય બનાવવા માંગે છે. જેમાં મલ્લખંભ, યોગાસન, થંગ-તા, ગટકા અને કાલરિપયટ્ટુ છે. મલ્લખંભને પ્રોત્સાહન આપવાની બીજી એક વિશિષ્ટ બાબત એ છે કે તે KIBG 2025માં સમાવવામાં આવેલ એકમાત્ર સ્વદેશી રમત છે.

માલવિયા ઉમેરે છે કે, “આ અમારા માટે ખૂબ મોટી વાત છે. કેટલાક બાળકોએ પહેલાં ક્યારેય દરિયો જોયો પણ નહોતો. મને યાદ છે કે ગઈકાલે એક નાના બાળકે કહ્યું હતું, અરે ઇતના સારા પાણી (અરે, આટલું બધું પાણી). તે ચોંકી ગયો. મને ખરેખર આશા છે કે KIBG પછી, મલ્લખંભ નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાનું ચાલુ રાખશે.”

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 205 વિશે વધુ માહિતી માટે: https://beach.kheloindia.gov.in/

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 મેડલ ટેલી માટે: https://beach.kheloindia.gov.in/medal-tally

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ વિશે

ખેલો ઇન્ડિયાના બેનર હેઠળ આયોજિત આ પ્રથમ બીચ ગેમ્સ છે. ખેલો ઇન્ડિયા યોજનાની રમતગમત સ્પર્ધા અને પ્રતિભા વિકાસ હેઠળ આ રમતો 19 મેથી 24 મે, 2025 દરમિયાન દીવ, દાદરા અને નગર હવેલી અને દમણમાં યોજાઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય બીચ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો અને બીચ સ્પોર્ટ્સની પહોંચ અને લોકપ્રિયતા વધારવાનો છે. આ આવૃત્તિમાં છ મેડલ રમતોનો સમાવેશ થાય છે: બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ સેપક ટકરા, બીચ કબડ્ડી, પેનકાક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ. દીવ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં બે (બિન-મેડલ) ડેમો ગેમ્સ – મલ્લખંભ અને દોરડા ખેંચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે  રૂ. 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો બંધ બોડીના આઇસરમાંથી ઝડપી પાડ્યો

Gujarat Desk

ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

આજ નું પંચાંગ (28/08/2025)

Gujarat Desk

રજા છે અને નહીં જઈએ તો ચાલશે! એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓને સહ પરિવાર દેશભક્તિના મહાપર્વમાં હાજર રહેવા કલેકટરશ્રીનો અનુરોધ

Gujarat Desk

વિશ્વ જળ દિવસ: દુષ્કાળગ્રસ્ત ગુજરાત છેલ્લા અઢી દાયકામાં બન્યું જળ સમૃદ્ધ રાજ્ય

Gujarat Desk

આજ નું રાશિફળ (24/08/2025)

Gujarat Desk
Translate »