Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

Apple: Apple iPhone 15 માંથી ભૌતિક સિમ સ્લોટ દૂર કરશે, eSIM નો ઉપયોગ કરી શકાશે

Apple Updates: આ પહેલા એપલે ઓડિયો જેક અને ચાર્જિંગ એડેપ્ટરને કાઢી નાખવા જેવા પગલાં લીધા છે. ચાર્જિંગ એડેપ્ટર દૂર કરવાના નિર્ણય અંગે કંપનીની દલીલ છે કે, વેસ્ટ ઓછું કરી પર્યાવરણને અનુકૂળ બનવાનો પ્રયાસ છે
નવી દિલ્હી: એપલ (Apple)એ ગત સપ્ટેમ્બર મહીનામાં આઈફોન 13 (iPhone 13) સિરીઝ લોન્ચ કરી હતી અને આઈફોન 14 સિરીઝ આવતા હજી એકાદ વર્ષની વાર લાગશે. ત્યારે આઈફોન 15 બાબતે અમુક ગપસપ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. અફવા મુજબ આઇફોન 15 પ્રો (iPhone 15 pro) મોડેલમાં ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ (Physical sim card slot)થી છૂટકારો મળી શકે તેવી ચર્ચા છે. અગાઉ એપલે આઇફોન એક્સઆર, આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સમાં eSIM સપોર્ટની સુવિધા આપી હતી. ત્યારે હવે ભવિષ્યના આઇફોન્સમાંથી ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટને કાઢી આપવામાં આવી શકે છે.
એપલ લાંબા સમયથી ઘણા નવા ફીચર્સ અને ભૂલાઈ ગયેલી સામાન્ય સુવિધા લાવી રહ્યું છે. એપલે ઓડિયો જેક અને ચાર્જિંગ એડેપ્ટરને કાઢી નાખવા જેવા પગલાં લીધા છે. ચાર્જિંગ એડેપ્ટર દૂર કરવાના નિર્ણય અંગે કંપનીની દલીલ છે કે, વેસ્ટ ઓછું કરી પર્યાવરણને અનુકૂળ બનવાનો પ્રયાસ છે.

આ અફવા બ્રાઝિલની બ્લોગ પોસ્ટ બાદ પ્રસરી ગઈ છે. બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે, 2023ના પ્રો મોડેલ્સમાં ફિઝિકલ સિમ સ્લોટ નહીં હોય અને તે કનેક્ટિવિટી માટે તે સંપૂર્ણપણે eSIM ટેકનોલોજી પર આધાર રાખશે. સૂત્રએ એવો પણ દાવો કર્યો હતો કે, આ આઇફોન્સ ડ્યુઅલ eSIM સપોર્ટ સાથે આવશે.

લાંબી વ્યૂહરચના હોઈ શકે
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળના પોર્ટલેસ આઇફોન અંગેના અહેવાલ સામે આવ્યા હતા. આ અહેવાલો આજે પણ ફરી રહ્યા છે. ત્યારે એપલ ખરેખર તેના 2023ના આઇફોન મોડેલ્સમાંથી ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ દૂર કરવાની તૈયારી કરી રહી છે, તો તે પોર્ટલેસ આઇફોન બજારમાં મૂકવાની તેની લાંબી વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે છે.

eSIM સર્વિર ઉપલબ્ધ ન હોય તો શું?

જો એપલ સિમ કાર્ડ સ્લોટ વિના આઇફોન લોન્ચ કરે તો પણ કંપની eSIM સર્વિસ ઉપલબ્ધ ન હોય એવા દેશોમાં ફિઝિકલ સિમ સ્લોટ સાથે વર્ઝન પુરા પાડી શકે છે. બીજી તરફ તાજેતરમાં અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આઇફોન 15 પેરિસ્કોપ આકારના લેન્સ સાથે આવે તેવી સંભાવના છે. આવા લેન્સ અમુક ફ્લેગશિપ એન્ડ્રોઇડ ફોનમાં ઘણા સમયથી આવે છે.

2022માં આઈફોન 14 થશે લોંચ

નોંધનીય છે કે, 2023 હજુ ઘણું દૂર છે. આ દરમિયાન 2022માં એપલના ફ્લેગશિપ સ્માર્ટફોન આઇફોન 14 સિરિઝમાં 2 ટીબી સુધી સ્ટોરેજ મળી શકે છે. આ સાથે એપલ આવતા વર્ષના આઇફોન માટે QLC ફ્લેશ સ્ટોરેજનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે અને નવી સ્ટોરેજ ટેકનોલોજીને કારણે તે ક્ષમતા વધારીને 2 ટીબી કરી શકે છે.

આ પણ વાંચો: Budget smartphones: માત્ર રૂ. 7000માં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

તદુપરાંત આઇફોન 14ને નવા 48MP કેમેરા લેન્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, એપલે હજી સુધી આમાંના કોઈ પણ ડેવલપમેન્ટની પુષ્ટિ કરી નથી.

संबंधित पोस्ट

Zebronicsએ ભારતમાં લોન્ચ કર્યા 340W ટાવર સ્પીકર, ડોલ્બી પણ કરશે સપોર્ટ

Karnavati 24 News

Whatsapp સમાચાર: શું WhatsApp સ્ક્રીનશૉટ્સ શોધવા માટે ત્રીજી બ્લુ ટિક સુવિધા લાવી રહ્યું છે? સત્ય જાણો

Karnavati 24 News

ટ્વિટર પર ટૂંક સમયમાં આવશે 3 નવા ફીચર્સ, ઈલોન મસ્કે ટ્વિટ કરીને આપી જાણકારી, જાણો શું છે તેમાં ખાસ

Admin

Microsoftની આ એપનું નવું વર્ઝન થયું લોન્ચ, કંપનીએ પોતાના બ્લોક દ્વારા આપી આ માહીતી

Karnavati 24 News

અમદાવાદ સહિતના આ શહેરોના ગ્રાહકોને મળશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, તમારો નંબર ન આવ્યો હોય તો?

Karnavati 24 News

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Admin