રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૨૬ સામે ૮૫૧૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૫૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૦૬ સામે ૨૬૧૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૭૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાને જોતા સંવત ૨૦૮૨માં મજબૂત વળતર મળી રહેવાની અપેક્ષાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારોમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી તરફ આગળ વધ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન અને ભારત પ્રત્યેના નરમ વલણ સાથે અમેરિકા-ભારત વચ્ચે ડીલની આશા જેવા સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, બેન્કેકસ, મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટર ઘટયા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૯ અને વધનારની સંખ્યા ૧૮૫૫ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસીસ લિ. ૩.૮૬%, એચસીએલ ટેકનોલોજી ૨.૪૩%, ટીસીએસ લિ. ૨.૨૪%, એક્સિસ બેન્ક ૧.૯૦%, કોટક બેન્ક ૧.૨૪%, ટાઈટન કંપની લિ. ૧.૧૫%, ટેક મહિન્દ્રા ૧.૦૦%, ટાટા મોટર્સ ૦.૯૮%, લાર્સેન લિ. ૦.૭૯%, ટાટા સ્ટીલ ૦.૭૫%, આઈટીસી લિ. ૦.૭૩% અને બજાજ ફાઈનાન્સ ૦.૬૯% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ લિ. ૨.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૫%, ભારતી એરટેલ ૧.૬૩%, અદાણી પોર્ટ ૧.૪૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૭%, એશિયન પેઈન્ટ ૦.૨૬% અને ટ્રેન્ટ લિ. ૦.૦૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૯ લાખ કરોડ ઘટીને ૪૭૦.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફ વોરના વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજારે અત્યારસુધી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો, નિકાસમાં અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારની ઉથલપાથલ હોવા છતાં સ્થાનિક પરિબળોએ બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. બેન્કિંગ ક્ષેત્રની સ્વસ્થ બેલેન્સશીટ, મજબૂત કોર્પોરેટ કમાણી, નિયંત્રિત ફુગાવો અને જાહેર મૂડીરોકાણમાં સતત વધારો – આ બધા પરિબળોએ રોકાણકારોના વિશ્વાસને ટકાવી રાખ્યો છે, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ચાલી રહેલી ગતિશીલ પ્રવૃત્તિઓને કારણે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત્ રહેવાની શક્યતા છે.
આગામી ત્રિમાસિક સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાના સંકેત, અમેરિકન વ્યાજદરની સ્થિરતા અને ઘરેલુ સુધારાત્મક નીતિઓને પગલે ભારતીય શેરબજાર માટે માહોલ અનુકૂળ બની શકે છે. જો કે નિકાસ મોરચેની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારની નીતિઓમાં ફેરફાર થવાથી કેટલાક ક્ષેત્રોમાં અસ્થિરતા રહી શકે છે, છતાં ભારતની આંતરિક માંગ અને માળખાકીય સુધારાનો આધાર બજારને સ્થિર રાખશે. તેથી, ભારતીય શેરબજારનો દૃષ્ટિકોણ મધ્યમ ગાળામાં સકારાત્મક જણાઈ રહ્યો છે.
તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૭૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૬૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૯૦૯ પોઈન્ટ થી ૨૫૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૭ થી રૂ.૧૪૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૮ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૪૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૨૫ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૭ થી રૂ.૯૪૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સન ફાર્મા ( ૧૬૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૦૯ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૨૯૯ ) :- રૂ.૧૩૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૭૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૫૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૦૮ ) :- પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૭ થી રૂ.૮૮૬ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૫૮૧ ) :- રૂ.૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૫૬૭ થી રૂ.૫૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


