Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૬૭ સામે ૮૦૧૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૭૮ સામે ૨૪૭૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૮૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદી બંધ કરવા માટે દબાણ કરી રહ્યા અને ટેરિફ મામલે ભીંસ વધારશે એવી અટકળો વચ્ચે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સકરાત્મક માહોલ જોવા મળ્યો હતો. ફુગાવામાં ઘટાડો અને જીએસટીમાં સુધારાથી માંગ પર સકારાત્મક અસરે આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત્ રખાતા તેમજ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં અપેક્ષા કરતાં વધુ જીડીપી ગ્રોથ નોંધાયો હોવાના અહેવાલે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ઓપેક સંગઠન અને અન્ય દેશો નવેમ્બરમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરે એવી શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઘટતાં બજારમાં મજબૂતી જોવા મળી હતી. અલબત ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્ધ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેવા છતાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ ફાર્મા પછી હવે મુવીઝ તથા ફર્નીચર પણ ટેરીફ લાદયાના સમાચાર બાદ અમેરિકામાં સરકારી ખર્ચાઓ માટે ભંડોળ મંજૂર કરવાની ડેડલાઈન આવી જતાં અમેરિકન સરકાર સંભવિત શટડાઉન તરફ વધી રહી હોવાથી ડોલરમાં ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાતા બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત થયો હતો, જયારે ઈઝરાયલ તથા ગાઝા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ઓપેક દ્વારા ઉત્પાદન વૃદ્ધીની શક્યતા ઉપરાંત રશિયાના ક્રૂડતેલની સપ્લાય વૈશ્વિક સ્તરે જળવાઈ રહેતાં ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી પીછેહટ જોવાઈ હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, રિયલ્ટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને આઈટી સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૦ અને વધનારની સંખ્યા ૨૭૯૭ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૫.૫૪%, કોટક બેન્ક ૩.૪૫%, ટ્રેન્ટ લિ. ૩.૩૧%, સન ફાર્મા ૨.૫૮%, એક્સિસ બેન્ક ૨.૪૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૭%, એચડીએફસી બેન્ક ૧.૪૮%, અદાણી પોર્ટ્સ ૧.૩૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૬%, ટેક મહિન્દ્ર ૧.૨૦%, ઈટર્નલ લિ. ૧.૦૬% અને ટાઈટન કંપની લિ. ૧.૦૪% હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૧૦%, સ્ટેટ બેન્ક ૦.૯૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૬%, ટાટા સ્ટીલ ૦.૭૧%, એશિયન પેઈન્ટ ૦.૬૨%, ભારતી એરટેલ ૦.૪૭%, મારુતિ સુઝુકી ૦.૨૬% અને એનટીપીસી ૦.૦૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૯૯ લાખ કરોડ વધીને ૪૫૫.૪૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખ્યો છે. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કર્યું હતું. જો કે પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા બાદ અગાઉ ૭% વૃદ્ધિના અંદાજ સામે એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં જીડીપી વૃદ્ધિને અસર કરશે તેવું અનુમાન છે. ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૫ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૪૩૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ટેક મહિન્દ્રા ( ૧૪૧૪ ) :- રૂ.૧૩૯૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરીઝ ( ૧૨૫૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • અદાણી ગ્રીન ( ૧૦૭૪ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૮ આસપાસ સપોર્ટથી રૂ.૮૫૭ થી રૂ.૮૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૫ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • સ્ટેટ બેન્ક ( ૮૭૦ ) :- રૂ.૮૮૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૮૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૮૫૮ થી રૂ.૮૪૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૩૮૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૧૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એક્સીસ બેન્ક ( ૧૧૬૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૫૪ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૬૯ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૫ થી રૂ.૯૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

संबंधित पोस्ट

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

રાજ્ય સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી, 6 વિક્રેતાના લાયસન્સ રદ

Gujarat Desk

ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબમાં શાળાઓ, કોલેજો 7 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

Gujarat Desk

જમ્મુના રામબનના રાજગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઓછામાં ઓછા 3 લોકોના મોત, 2 ગુમ

Gujarat Desk

આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાંસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન

Gujarat Desk

રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો, ચાર મહિનાની ટોચે…!!

Gujarat Desk
Translate »