Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત ઈન્ફલો : ભારત એશિયામાં ટોચે

ભારતમાં ગોલ્ડ ETF સ્કીમોમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ગોલ્ડ -લિંક્ડ ફંડ્સમાં રેકોર્ડ ૯૦૨ મિલિયન ડોલર, એટલે કે અંદાજે રૂ.૭૬૦૦ કરોડનો ઈન્ફલો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ આ વધારો આશરે ૨૮૫% રહ્યો છે. આ સાથે સતત ચોથા મહિને ઈન્ફલો વધારાનો ટ્રેન્ડ નોંધાયો છે, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સમગ્ર એશિયામાં ગોલ્ડ ETFમાં સપ્ટેમ્બર દરમિયાન ૨.૧ અબજ ડોલર (અંદાજે રૂ.૧૭૭૦૦ કરોડ)નું રોકાણ આવ્યું છે, જેમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે.

ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર (રૂ.૫૨૦૦ કરોડ) અને જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર (રૂ.૩૫૦૦ કરોડ)ના ઈન્ફલો જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે જર્મની ૮૧૧ મિલિયન ડોલર (રૂ.૬૮૦૦ કરોડ)ના ઈન્ફલો સાથે ટોચે રહ્યું, જ્યારે કેનેડા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે. ભારતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨.૧૮ અબજ ડોલર (રૂ.૧૮૦૯૪ કરોડ)ના ઈન્ફલો સાથે અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયો છે.

અગાઉના વર્ષોની તુલનામાં આ વધારો અદ્દભુત છે. ૨૦૨૪માં રૂ.૧૦૭૦૭ કરોડ, ૨૦૨૩માં રૂ.૨૫૭૩ કરોડ અને ૨૦૨૨માં માત્ર રૂ.૨૭૪ કરોડનો ઈન્ફલો નોંધાયો હતો. વિશ્લેષકો કહે છે કે રોકાણકારો હવે પરંપરાગત સોનાની ખરીદી કરતાં ડિજિટલ સ્વરૂપે સોનામાં, એટલે કે ETF મારફતે, વધુ રસ દાખવી રહ્યા છે. બજારમાં સોનાના ભાવમાં લાંબા ગાળાની તેજી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડ ETFને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.

संबंधित पोस्ट

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ

Gujarat Desk

કોન્સ્ટેબલને બાતમી મળતા રાજકોટના જામકંડોરણામાંથી દારૂની ૮ પેટી સાથે બે શખ્સ ઝડપાયા

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

Gujarat Desk

આજ નું રાશિફળ (18/05/2025)

Gujarat Desk
Translate »