Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

૩૬૫ દિવસ જૂનાં કપડાં ભેગા કરીને ગરીબોને ગામો ગામ પહોંચાડી સમાજ સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવાર નિજાનંદ પરિવાર ભાવનગરને જૂનાં કપડાં ગરીબો માટે

૩૬૫ દિવસ જૂનાં કપડાં ભેગા કરીને ગરીબોને ગામો ગામ પહોંચાડી સમાજ સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવાર નિજાનંદ પરિવાર ભાવનગરને જૂનાં કપડાં ગરીબો માટે આપીને હુંફ પૂરું પાડતી સંસ્થા ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન અને કાનૂની શિબિરો વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવે છે ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન શિબિરો, કાનૂની શિબિરો, વૃક્ષારોપણ વગેરેની કામગીરી કરવામાં આવે છે અને તે રીતે સમાજને ઉપયોગી બને છે. તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા ભાવનગર અને તેની આસપાસના ગામડાઓમાં ૩૬૫ દિવસ જૂના કપડાં ભેગાં કરીને ગરીબોને પહોંચાડતી સંસ્થા નિજાનંદ પરિવારને કપડાં પૂરા પાડીને ગરીબો માટેની હુંફ પૂરી પાડી હતી. નિજાનંદ પરિવાર નામની સંસ્થા વર્ષઃ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર કામ કરતી ૨૮૦ સભ્યોની ટીમ છે. જે અમેરિકાથી નાના ગામડા સુધી ફેલાયેલા સભ્યોની બનેલી છે. તેમાં ઉદ્યોગપતિ પણ છે, આશા બહેનો પણ છે. કોઈપણ પ્રકારના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, વગરની આ સંસ્થા સમાજને ઉપયોગી બનીને નિજાનંદ લેવામાં માને છે. આ સંસ્થા દ્વારા ૩૬૫ દિવસ જુના કપડા જુદી- જુદી જગ્યાઓ પરથી એકત્ર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ ગામડાઓને ઓળખીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃસ્વાર્થ ભાવે પહોંચતાં કરવામાં આવે છે. આ રીતે ગરીબોને હુંફ પૂરું પાડવાની કામગીરી કરીને ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના કપડાં ભેગા કરીને જરૂરિયાતમંદ માટે અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નિજાનંદ પરિવાર દ્વારા તેમની તેમની આ કામગીરી માટે આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર પંથકમાં રસીકરણ, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો, કીટ વિતરણ, કાનૂની શિબિર, પછાત વિસ્તારોમાં ભોજન, ઉનાળામાં છાશ વિતરણ, પુસ્તક વિતરણ, પક્ષીઘર માટે ચણ વગેરે કાર્યો દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરે છે.આ સંસ્થાના કાર્યોને સફળ બનાવવાં માટે પ્રમુખશ્રી અરૂણાબેન પંડ્યા, ઉપપ્રમુખ અને પત્રકારશ્રી હરેશભાઈ પવાર, સંગઠન મંત્રીશ્રી રાજુભાઈ પંડ્યા, મંત્રીશ્રી અભિષેકભાઈ પંડ્યા અને કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાઃ 1.50 રૂપિયામાં મહિને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Karnavati 24 News

હવે વારાણસીના જગપ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં લગ્ન જેવા શુભ કાર્ય કરી શકશો

Karnavati 24 News

Smugglers નવો જુગાર: જનરેટર જે વીજળીને બદલે દારૂ બનાવે છે

Karnavati 24 News

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

Karnavati 24 News

ચીનમાં કોરોના કેસ: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચીનમાં આ સજા

Karnavati 24 News

PM Kisan Schemeને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વિટ, આપી સૌથી મોટી ખબર, ઝડપથી કરાવો રજિસ્ટ્રેશન…

Karnavati 24 News