Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

મોરબી ઝૂલતો પુલ કેસમાં બે આરોપીની જામીન અરજી પર દલીલો કરાઈ, શુક્રવારે નિર્ણય

મોરબી ઝૂલતો પુલ કેસમાં બે આરોપીની જામીન અરજી પર દલીલો કરાઈ, શુક્રવારે નિર્ણય 

કોન્ટ્રાકટર પિતા પુત્રની જામીન અરજી પર બંને પક્ષે દલીલો રજુ કરી 

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાત આરોપીની જામીન અરજી અગાઉ કોર્ટે નામંજૂર કરી હતી તો કોન્ટ્રાકટર પિતા-પુત્રએ ત્યારબાદ કરેલી જામીન અરજી મામલે આજે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને શુક્રવારે નિર્ણય આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

        મોરબી ઝૂલતો પુલનું મેન્ટેનન્સ કરનાર કોન્ટ્રાકટર દેવાંગ પરમાર અને પ્રકાશ પરમારે મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી મામલે આજે સેશન્સ જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બચાવ પક્ષના વકીલે કોન્ટ્રાકટર પિતા પુત્રની તરફેણમાં દલીલો કરી હતી અને તેઓએ માત્ર બ્રીજનું ફલોરિંગ કામ કરેલું છે અને બ્રીજ કાટ ખાઈ ગયેલા કેબલ અને ઓવરલોડીંગને કારણે તુટ્યો હોવાની દલીલો રજુ કરી હતી અને આરોપીઓ છેલ્લા ત્રણ માસથી જેલમાં હોય જેથી જામીન પર છોડવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી તો સરકારી વકીલે પણ જામીન અરજીનો વિરોધ કરતા વિવિધ દલીલો રજુ કરી હતી અને જામીન અરજી નામંજૂર કરવાની માંગ કરી હતી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી જામીન અરજીનો નિર્ણય શુક્રવાર પર મુલતવી રાખ્યો છે જેથી શુક્રવારે બંને આરોપીની જામીન અરજી પર નિર્ણય આવી સકે છે

संबंधित पोस्ट

“कंझावला केस की पीड़िता की दोस्त अब इस मामले की चश्मदीद गवाह, बयान हो रहा दर्ज”: दिल्ली पुलिस

Admin

ગત વર્ષે એક બોટ ડ્રગ્સ સાથે પકડાઈ અને હવે ગેંગસ્ટર બિશ્નોઈ અમદાવાદની હાઈસિક્યોરીટી સાબરમતી જેલમાં…

Admin

વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી બનશે . . .

Admin

अलवर में बड़ा हादसा:2 सगे भाई समेत परिवार के 4 बेटों की मौत, रिश्तेदारी में थी शादी

Admin

ब्रेकअप’ या पढ़ाई का दबाव ? कोटा के अनिकेत का सुसाइट नोट क्या कह रहा …

Admin

કાર બેરીકેડ સાથે અથડાઈ ચેકપોસ્ટમાં ઘુસી જતા એક જીઆરડી જવાનનું મોત, એકને ઇજા

Admin