Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

TikTokને ટક્કર આપવા Googleની મોટી તૈયારી, 825 કરોડમાં ખરીદ્યું આ સ્ટાર્ટઅપ

Googleએ AI અવતાર સ્ટાર્ટઅપ Alter ખરીદ્યું છે. રિપોર્ટ અનુસાર, Alterએ વિડિયો ક્રિએટર્સ માટે AI- આધારિત અવતાર છે. અલ્ટર ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક જેવું જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Googleએ ઓલ્ટરને 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 825 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પણ ઓલ્ટરમાં રોકાણ કરે છે.

એક વરિષ્ઠ Alter અધિકારીએ LinkedIn પર આ ડીલ વિશે માહિતી આપી છે, જો કે, Google દ્વારા ડીલની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ડીલની રકમ વિશે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. Alterના ભૂતપૂર્વ સીઓઓ જોનાથન સ્લિમેકે ગત મહિને Googleના કર્મચારી તરીકે તેની લિંક્ડઇન પ્રોફાઇલ અપડેટ કરી હતી. Alterની શરૂઆત ફેસમોજી તરીકે થઈ, જે ગેમ્સ અને એપ્સમાં અવતાર બનાવે છે. Googleએ હાલમાં જ પોતાની ચેટ એપમાં કસ્ટમ ઈમોજીનું ફીચર પણ આપ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, Googleએ આ ડીલ યુટ્યુબ શોર્ટ્સ માટે કરી છે. મેટાના ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુક રીલ્સની સફળતા બાદ, Google યુટ્યુબ શોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આવનારા સમયમાં YouTube શોર્ટ્સ TikTok સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. સુરક્ષા કારણોસર ભારતમાં વર્ષ 2020માં TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

કાર કંપનીઓ માટે સારા દિવસોઃ આ વર્ષે રેકોર્ડ 35.5 લાખ વાહનોનું વેચાણ થઈ શકે છે, બેઝ મેટલ્સના ભાવમાં 20%નો ઘટાડો

Karnavati 24 News

દુનિયામાં આટલા બધા ઇન્ડસ્ટ્રીયલ રોબો થઈ ગયા, શું નોકરી લેશે કે ઉદ્યોગ જગતના વિકાસને વેગ આપશે

Karnavati 24 News

વિશ્વની સૌથી મોંઘી કારઃ મર્સિડીઝ બેન્ઝ 300 SLR 1100 કરોડમાં વેચાઈ

Karnavati 24 News

11 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે આ ફોન , તેમાં મળશે 120W ચાર્જિંગ

Karnavati 24 News

Electric Vehicle: સાસરી-પિયરપક્ષ બન્નેને એક સાથે બેસાડીને હવાની ગતિએ ભાગશે આ કાર, આ ગાડી છે ખુબીઓનો ખજાનો!

Karnavati 24 News

જબરદસ્ત સોદો! OnePlusનો શાનદાર 5G સ્માર્ટફોન 10 હજાર રૂપિયા સસ્તામાં ખરીદો

Karnavati 24 News