Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

પાકિસ્તાનના હાલ બેહાલ, ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળીની કિંમત 400 રૂપિયાને પાર

ભારતના પાડોશી દેશો અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે. શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન પણ આર્થિક ભીંસમાં છે. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આર્થિક પણ ખસ્તાહાલ છે. કુદરતી આપત્તિએ પણ આફત નોતરી છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભીષણ પૂરે તારાજી સર્જી છે.

મોંઘવારીને કારણે સામાન્ય જનતાના હાલ બેહાલ

આ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે મોંઘવારીને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. ખાદ્યપદાર્થો પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર થઇ રહ્યાં છે. લોકો શાકભાજી ખરીદવા માટે પણ અસમર્થ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળી 400 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે.

શાકભાજીની આવક ઓછી, આયાત કરવાનો વિચાર

લાહોરના શાક માર્કેટના ડીલર અનુસાર સ્થાનિક માર્કેટમાં ટામેટા અને ડુંગળીની સતત વધતી કિંમતોને કારણે હવે આ શાકભાજીની આયાત કરવાની યોજના છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજી અને પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખાદ્ય સંકટ તોળાઇ રહ્યું છે. લાહોર સહિત પાકિસ્તાનના પંજાના અનેક વિસ્તારોમાં પણ કિંમતો આસમાને જોવા મળી રહી છે.

પૂરને કારણે શાકભાજીની સપ્લાય પણ અટકી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત રવિવારે પાકિસ્તાનમાં ટામેટા 500 રૂપિયા કિલો જ્યારે ડુંગળી 400 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી હતી. પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબથી શાકભાજીની સપ્લાય થઇ રહી નથી. શાકભાજીની અછતને જતા અંદાજ લગાવાઇ રહ્યો છે કે આગામી દિવસોમાં ટામેટા અને ડુંગળીની કિંમતો કિલો દીઠ 700 રૂપિયાના આંબે તેવી સંભાવના છે. જ્યારે બટેકાની કિંમત પણ 120 રૂપિયા સુધી પહોંચી જાય છે.

संबंधित पोस्ट

એક્શન / યોગ્ય ટ્રેનિંગ વગર વિમાન ઉડાવી રહ્યા હતા 90 પાઇલોટ, DGCAએ કરી કડક કાર્યવાહી

Karnavati 24 News

આ કંપની સાથે જોડાશે અદાણીનું નામ, રોજેરોજ અપર સર્કિટ મારતા શેર, 21 દિવસમાં 115% વળતર

Karnavati 24 News

ટ્વિટરે મસ્ક સાથે અધિગ્રહણની લડાઈ વચ્ચે શેરધારકોને મત આપવા માટે તારીખ કરી નક્કી

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

ભારતમાં Paytmની સેવા થઈ ઠપ્પ, લેન-દેન અને એપ ઓપન કરવામાં એરર

Karnavati 24 News