Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

એશિયા કપ માટે પસંદ ના થયા આ ત્રણ ખેલાડી, ટી-20 વર્લ્ડકપ રમવા પર ઉભા થયા સવાલ

ભારતીય ક્રિકેટ ટીમમાં ગત કેટલાક મહિનામાં ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ બધુ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડકપ માટે મજબૂત ટીમ તૈયાર કરવા માટે કરવામાં આવતુ હતુ. એશિયા કપને ટીમ ઇન્ડિયાની તૈયારીના હિસાબથી મહત્વની માનવામાં આવી રહી છે અને તેની માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમ પસંદગી બાદ જે ખેલાડીઓને તેની બહાર રાખવામાં આવ્યા છે તેમના વર્લ્ડકપ રમવાને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે.

8 ઓગસ્ટે પસંદગીકારોએ એશિયા કપ રમનારી ભારતીય ટીમની પસંદગી કરી હતી જેમાં વિરાટ કોહલી અને આર.અશ્વિનની વાપસી થઇ છે જ્યારે મોહમ્મદ શમી, ઇશાન કિશન અને સંજૂ સેમસનને જગ્યા આપવામાં આવી નથી. હવે આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં પણ તેમના રમવાને લઇને સવાલ ઉભા થઇ ચુક્યા છે. એક મોહમ્મદ શમી છે જેને વધુ મુકાબલા આપવામાં નથી આવ્યા. બીજી તરફ ઇશાન કિશન અને સંજૂ સેમસને હાથમાં આવેલી તકનો ફાયદો ઉઠાવ્યો નહતો.

મોહમ્મદ શમી- ભારત તરફથી ટેસ્ટ અને વન ડેમાં સારૂ પ્રદર્શન કરનારા આ બોલરને ટી-20 ક્રિકેટમાં વધુ તક મળી નથી. હવે તેને માત્ર 17 મેચ જ રમી છે જેમાં 18 વિકેટ ઝડપી છે. અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેને નવેમ્બર 2021માં રમી હતી. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડેમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ પણ તેને ટી-20 વર્લ્ડકપમાં અજમાવવામાં આવ્યો નહતો. એશિયા કપની ટીમમાં નામ ના હોવાનો અર્થ સ્પષ્ટ છે કે તે ટી-20 વર્લ્ડકપ ટીમમાં પણ સામેલ નહી હોય.

ઇશાન કિશન- ભારતીય ટીમમાં જગ્યા બનાવનારા ઇશાન કિશને વિસ્ફોટક ઇનિંગ સાથે ટી-20 કરિયરની શરૂઆત કરી હતી. તે બાદથી તેના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો. ગત કેટલીક સીરિઝમાં તેને સતત ટીમમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવાની તક મળી. દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ, ઇંગ્લેન્ડ અને પછી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો. તકનો ફાયદો ના ઉઠાવી શકવાને કારણે તે એશિયા કપની ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો.

સંજૂ સેમસન- ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવાને કારણે સંજૂ સેમસનની ચર્ચા સતત દિગ્ગજ કરતા રહે છે. પ્રતિભાશાળી હોવા છતા પણ તે મોટા સ્ટેજ પર અત્યાર સુધી ખુદને સાબિત કરી શક્યો નથી. ટી-20 વર્લ્ડકપ રમવાની આશા રાખનારા સંજૂ સેમસનનું નામ પણ એશિયા કપની ટીમમાં નથી.

संबंधित पोस्ट

એશિયા કપ 2022ની ફાઈનલ બાદ સોશિયલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લ, ચાહકોએ કહ્યું- આ માટે માત્ર મેચ જોઈ

Karnavati 24 News

ભારત વન-ડે અને ટી-20 વર્લ્ડકપ જીતનાર પ્રથમ દેશ, અત્યાર સુધી આ ટીમો રચી ચૂકી છે ઇતિહાસ

મોટો નિર્ણયઃ ભારતની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમોની તમામ મેચો ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ થશે

Karnavati 24 News

નદી ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઈ

Karnavati 24 News

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

સૂર્યકુમાર યાદવે ઈશાન કિશન સાથે પુષ્પાના ગીત પર ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Karnavati 24 News