Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ક્રૂડ ઓઈલની કીંમતમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, આજે થશે ઓપેકની બેઠક

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ બ્રેન્ટ ક્રૂડ 0.8 ટકા ઘટીને 15 જુલાઈના નીચા સ્તરે 99.26 ડોલર પર હતું. મેન્યુફેક્ચરિંગમાં મંદી અને ઘટતી ઇંધણની માંગને કારણે રોકાણકારોએ સાવચેતી રાખી હતી, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેલ ઉત્પાદકો આ સપ્તાહે પુરવઠો વધારવા કે ન વધારવા અંગે વિચારણા કરી રહ્યા છે. આ સપ્તાહમાં યુએસ ક્રૂડ બેન્ચમાર્ક પણ 92.42 ડોલર પર સ્થિર થયો હતો, જે 14મી જુલાઈ પછીના સૌથી નીચા સ્તરે આવ્યો હતો.

માર્ચમાં ક્રૂડ ઓઈલની કિંમત 113 ડોલર હતી જે હવે 100 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, કાચા તેલના ભાવમાં ઘટાડો ફેક્ટરી પ્રવૃત્તિના ડેટાને પગલે થયો હતો. ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થા પણ મંદી તરફ આગળ વધી રહી છે. સોમવારે તેની ચિંતા વધી જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને એશિયામાં થયેલા સર્વેમાં જુલાઇમાં ફેક્ટરી પ્રવૃત્તિ ઓછી રહી.

બુધવારે ઓપેકની બેઠક

બુધવારે રશિયા સાથે તેલ ઉત્પાદક દેશોના સંગઠન (OPEC) અને અન્ય દેશોની બેઠક યોજાવાની છે. જેમાં સપ્ટેમ્બરમાં તેલના ઉત્પાદન અંગે નિર્ણય લેવામાં આવશે. તમામની નજર આ નિર્ણય પર છે. સપ્ટેમ્બરમાં ઉત્પાદન સ્થિર રહેવાની ધારણા છે. જોકે, સાઉદી અરેબિયા તેલ ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કરી શકે છે.

તેલના ભાવમાં ધીમે ધીમે થઈ રહ્યો છે ઘટાડો

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. પુરવઠા અને માંગની સ્થિતિ સ્પષ્ટ થયા પછી તેમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ દરમિયાન અમેરિકાએ ચીન અને અન્ય કેટલીક કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ કંપનીઓએ પૂર્વ એશિયામાં ઈરાની તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો વેચવામાં મદદ કરી.

संबंधित पोस्ट

આ કંપની સાથે જોડાશે અદાણીનું નામ, રોજેરોજ અપર સર્કિટ મારતા શેર, 21 દિવસમાં 115% વળતર

Karnavati 24 News

ખુશખબર / બે દિવસના ઘટાડા બાદ બજારમાં રોનક પરત ફરી, તેજી સાથે બંધ થયા ભારતીય શેર બજાર

Admin

એલોન મસ્કની લોકપ્રિયતાનું મોટું કારણઃ ટ્વિટરના નવા માલિક નકલી એકાઉન્ટ ડિલીટ કરવાની હિમાયત કરે છે, 48% ફોલોઅર્સ નકલી

Karnavati 24 News

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

Karnavati 24 News

Aadhaar Card Misused: શું કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે? આ રીતે શોધો

Karnavati 24 News

સોનું: 2022માં સોનું રૂ. 55,000 સુધી પહોંચવાની ધારણા છે, વધવા પાછળનું કારણ જાણો

Karnavati 24 News