Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી પર સતત દબાણ  જોવા મળી રહ્યું છે. દલાલ સ્ટ્રીટમાં જોવા મળી રહેલ સદંતર વિદેશી રોકાણકારોના આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી ડોલરની સામે 79ને પાર નીકળી ગયો છે. રૂપિયો મંગળવારના સેશનમાં 9 પૈસાના ઘટાડા સાથે 79.04 પર ખુલ્યો હતો અને 12 કલાકે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે 79.07 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે ભારતીય ચલણ ડોલરની સામે 78.95ના લેવલ પર બંધ થયો હતો. સોમવારે FIIએ ભારતીય બજારમાં 2150 કરોડની વેચવાલી કરી હતી. ક્રૂડ ઓઈલની તેજી અને એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે રૂપિયો ઘટીને અને 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ વધીને ટ્રેડ કરી રહ્યાં છે. વિશ્વની છ મોટી કરન્સીની સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસ 105.14ના સ્તરે પહોંચ્યો.

શેર બજારની ચાલ

આજના કારોબારમાં BSEના સેંસેક્સ 266.44 પોઇન્ટ એટલે 050 ટકાના તેજી સાથે 53,501.21 પર ખુલ્યો છે. જ્યારે NSE નિફ્ટી 73.80 પોઇન્ટ એટલે કે 0.74 ટકાના ઉછાળા સાથે 15,909.15 પર ખુલવામાં સફળ રહ્યો છે.

संबंधित पोस्ट

Share Market : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

Karnavati 24 News

રિલાયન્સ જિયો તરફથી આકર્ષક ઓફર! આપી રહ્યું છે 1,500 રૂપિયાનો બેનિફિટ, બસ કરવું પડશે આ કામ

Karnavati 24 News

RBIના ડિજિટલ રૂપિયાની શું પડશે અસર? જાણો નિષ્ણાતોના અભિપ્રાય

Karnavati 24 News

Bank Holidays In May 2022 :મે મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે, RBIએ રજાઓની યાદી બહાર પાડી…

Karnavati 24 News

મોટી રાહત/ સરકારે કરી મોટી જાહેરાત, ખાવા પીવાની આટલી વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ

Karnavati 24 News

રિલાયન્સ, ONGC મા આ અઠવાડિયે ગેસના ભાવ વધી શકે છે

Karnavati 24 News