1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…આવતી 1લી માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. જેથી શિવજીના ભક્તો પણ આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ, 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.શિવરાત્રિના દિવસે શિવજીના ભક્તો તેની સાચા મનથી પૂજા કરે છે. પણ ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે અજાણતા આપણે કેટલીક ભુલો કરતા હોઈ છીએ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શિવરાત્રીએ શિવજીને કઈ વસ્તુ ચડાવવી જોઈએ નહીં.તુલસીહિન્દુ ધર્મમાં તુલસીનું ઘણુ મહત્વ છે પણ શિવરાત્રિના દિવસે તુલસીજીને શિવની પૂજામાં ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે.તલશિવજીની પૂજામાં તલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તલ વિશે એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શરીરના મેલ માંથી થઈ છેકુમકુમશિવલિંગ પર ક્યારેય કુમકુમ ચડાવવું નહીં. કુમકુમ તમે માતા પાર્વતીને અર્પણ કરી શકો છો.નારિયેળશિવલિંગ પર નારિયેળ જળથી અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.કેતકીના ફુલશિવજીની પૂજામાં ક્યારેય કેતકીના ફુલનો ઉપયોગ ન કરવો.
