(જી.એન.એસ) તા. ૧
નવી દિલ્હી,
વર્ષ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાજકોષીય ખાધ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઊભી થાય છે. નાણામંત્રી સીતારામને વર્ષ 2025-26 માટે કુલ 16.13 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થિક જાણકારોના મતે ખાધવાળું બજેટ રજૂ કરવાનો મોટો ફાયદો એવો છે કે, તેનાથી આર્થિક વિકાસને વેગ મળે છે. સામાન્ય સંજોગોમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ અને અન્ય વિકાસ યોજનાઓમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. આ સેક્ટરમાં કરવામાં આવેલું રોકાણ લાંબા સમયે અર્થતંત્રને મજબૂત બનાવે છે અને વેગ આપે છે. તે ઉપરાંત મોટાપાયે સરકારી ખર્ચ થવાથી આ સેક્ટર મજબૂત બને છે અને તેમાં રોજગાર વધે છે તથા સર્વિસની ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડ વધે છે. જે ઈકોનોમીને વેગ પૂરો પાડે છે.
ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?
ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી, બજેટ બનાવવાનું કામ નાણા મંત્રાલય હેઠળના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે? જાણો તેના ત્રણ તબક્કા
પ્રથમ તબક્કો
બજેટ સેક્શન બધા જ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, સ્વાયત્ત સંસ્થા વિભાગો, સશસ્ત્ર દળોને એક પરિપત્ર જાહેર કરે છે. જેમાં તેમને આગામી વર્ષ માટે અંદાજપત્ર તૈયાર કરવાની સૂચના આપવામાં આવે છે.
બીજો તબક્કો
આર્થિક બાબતોનો વિભાગ અને મહેસુલી વિભાગ આ સમય દરમિયાન ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનોનો સંપર્ક કરીને તેમના બજેટ અંગેના વિચારો જાણે છે. આ પ્રક્રિયા બજેટ પહેલા થતી હોય છે, જેથી તેને પ્રી-બજેટ ચર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આ ચર્ચા બાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. તેમજ બજેટને આખરી ઓપ આપતા પહેલા તે અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને તેમને માહિતગાર પણ કરવામાં આવે છે.
ત્રીજો તબક્કો
છેલ્લા તબક્કામાં નાણા મંત્રાલય બજેટ નક્કી કરતી વખતે સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો મેળવે છે. એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી આગામી વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે ફરી એકવાર રાજ્ય, બેંકર્સ, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરશે. જેમા, આ હિતધારકોને કર મુક્તિ અને નાણાકીય સહાય આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે.
બજેટ શબ્દ આવ્યો ક્યાંથી?
સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો.
બજેટ શબ્દની ઉત્પત્તિ?
સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો.
શું છે બજેટ અને બંધારણમાં તેનો ઉલ્લેખ ક્યાં છે?
ભારતીય બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણની કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરે છે. આ કલમ હેઠળ સરકારે દર વર્ષે તેમની આવક અને ખર્ચનો હિસાબ આપવો ફરજીયાત છે. આ ઉપરાંત બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તેઓ બજેટ રજૂ કરતા નથી. પરંતુ તેઓ કોઈ મંત્રીને તેમના બદલે બજેટ રજૂ કરવાનું કહી શકે છે. સામાન્ય રીતે બજેટ નાણામંત્રી રજૂ કરતા હોય છે પરંતુ 2019 માં એવું બન્યું હતું કે અરુણ જેટલી બીમાર હોવાથી પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું.
બજેટમાં વપરાતા કેટલા મહત્વના શબ્દો
ડાયરેક્ટ ટેક્સ
ડાયરેક્ટ ટેક્સ એ એવો ટેક્સ છે જેની સીધી ચૂકવણી સરકારને થાય છે. ઈનકમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ સહિતના ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે.
ઈનડાયરેક્ટ ટેક્સ
ઈનડાયરેક્ટ ટેક્સ એ ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર લાદવામાં આવેલો કર છે. જેમ કે જીએસટી. ઈનડાયરેક્ટ ટેક્સ પ્રજા કે વેપારી દ્વારા લેવામાં આવતી સેવાઓ, સામાન પર પરોક્ષ રીતે ટેક્સ લગાવવામાં આવે છે. જેમાં એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ચાર્જ, GAST સામેલ છે.
રાજકોષીય ખાધ
રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ), જે કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. આયાત અને નિકાસ મારફત થતી કમાણી વચ્ચેનો તફાવત છે. જે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ (ફાઈનાન્સિયલ યર)
નાણાકીય વર્ષ જે નાણાકીય બાબતોના હિસાબ માટેનુ આધાર વર્ષ છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂર્ણ થાય છે. એકાઉન્ટિંગ, બજેટમાં આ વર્ષનો આધાર તરીકે ઉપયોગ થાય છે.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)
દેશના આર્થિક વિકાસની સ્થિતિ દર્શાવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે એક વર્ષમાં દેશના તમામ ગુડ્સ અને સર્વિસિઝની કુલ વેલ્યૂ દર્શાવે છે. જેના પરથી દેશના અર્થતંત્રની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.
ફાઈનાન્સિયલ બિલ
ફાઇનાન્સ બિલ નવા ટેક્સ અને બજેટમાં પ્રસ્તાવિત ટેક્સ સ્લેબમાં ફેરફાર સાથે સંબંધિત છે. જે નાણાકીય બાબતોમાં સુધારા-વધારા કરતો પ્રસ્તાવ છે.
બજેટ અંદાજ
બજેટ અંદાજ એ વિવિધ મંત્રાલયો, વિભાગો અને યોજનાઓને ફાળવવામાં આવેલી રકમનો અંદાજ છે, જે જણાવે છે કે નાણાં ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાશે.
ટેક્સ પ્રણાલી
હાલ કરદાતાઓને નવી અને જૂની બંને ટેક્સ પ્રણાલીમાં પસંદગીનો વિકલ્પ મળે છે.


