જો તમે ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ 6 બાબતોને ધ્યાનથી વાંચો. કેમકે વગર જાણકારીએ ઈલેક્ટ્રિક વાહન લેવું તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પેટ્રોલ અને ડિઝલના ઉંચા ભાવના કારણે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં વધારો થયો છે. લોકો ના માત્ર ઈલેક્ટ્રિક વાહનોને લઈને ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે પરંતુ ખરીદી પણ કરી રહ્યા છે. મોટા શહેરોમાં હવે રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો ચાલતા થઈ ગયા છે.
જો તમે ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ 6 બાબતોને જાણી લો.
1. કારના સ્પેસિફિકેશન-
આખી દુનિયામાં ઇલેક્ટ્રિક કારની રેન્જ જોરદાર ફેલાઈ ગઈ છે. ઇલેક્ટ્રિક મોટર્સથી લઈને અલગ-અલગ ક્ષમતા ધરાવતા બેટરી પેક હોય છે. તમે તમારી ઇલેક્ટ્રિક કાર પસંદ કરતા પહેલા તમારી જરૂરીયાતનો અંદાજ લગાવી લો અને તે હિસાબથી કાર ખરીદો.
2. ડ્રાઈવ રેન્જ-
ઇલેક્ટ્રિક કારમાં સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય છે તે છે ડ્રાઈવ રેન્જ. કાર ખરીદતી વખતે કાર નિર્માતાએ કરેલા રેન્જના દાવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો. કાર ખરીદતા પહેલાં રિયલ લાઈફ રિવ્યૂ જરૂર લો. જમીન પર કારની રેન્જ શું છે તેની જાણકારી લેવી.
3. બેટરી લાઈફ-
કોઈ પણ ઇલેક્ટ્રિક વાહનમાં બેટરી તેના વાહનનું સૌથી મહત્વ પૂર્ણ અંગ હોય છે. આ સાથે ઇલેક્ટ્રિક કારમાં સૌથી મોંધો પાર્ટ પણ બેટરી હોય છે. કાર ખરીદતી વખતે જો તમે બેટરી અંગે ધ્યાન નહીં આપો તો ભવિષ્યમાં બેટરી બદલવી પડશે અને તે ખૂબ મોંઘી હોવાથી તમારા ખિસ્સા પર ભાર વધશે.
4.ચાર્જિંગનો વિકલ્પ-
ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવા માટે ઘણા વિકલ્પ હોય છે. ફાસ્ટ ચાર્જિંગ, સ્ટાન્ડર્ડ ચાર્જિંગ અને સ્લો ચાર્જિંગ. ફાસ્ટ ચાર્જિંગ માટે ચાર્જર ઈન્સોટલ કરવું ખૂબ અઘરુ છે જ્યારે સ્ટાન્ડર્ડ અને સ્લો ચાર્જરને તમે તમારા ઘરમાં પણ ઈન્સ્ટોલ કરી શકો છો. આ માટે ઈવી કાર ખરીદતા પહેલાં ચાર્જિંગના વિકલ્પો પર ધ્યાન રાખવું જરૂરી છે.
5. વધુ ખર્ચ-
ઇલેક્ટ્રિક કાર ખરીદવી એટલી સરળ નથી. કાર ખરીદવાની સાથે અન્ય ખર્ચ પણ હોય છે. આ માટે હોમ ચાર્જ, ચાર્જિંગ સ્ટેશન ઈન્સ્ટોલેશન, મેનટિનેંસ ઓફ ચાર્જિંગ સ્ટેશન માટે પણ રૂપિયા ખર્ચવા પડે છે.
6. સોફ્ટવેર અપડેટ-
ઇલેક્ટ્રોનિક વ્હિકલ અથવા કાર એડવાન્સ ટેક્નોલોજીની સાથે બજારમાં ઉતારવામાં આવી છે. કાર નિર્માતા સામાન્ય રીતે સોફ્ટવેર અપડેટથી લેટેસ્ટ ટેકનોલોજી વાપરે છે. કાર ખરીદતા પહેલા તમે એ કન્ફોર્મ કરો કે રેગ્યુલર સોફ્ટવેર અપડેટ તમને મળતું રહે. વિદેશમાં ઇમુક કાર નિર્માતા ફ્રી રેગ્યુલર સોફ્ટવેર અપડેટની સુવિદ્યા આપે છે. પરંતુ અમુક નિર્માતા આ માટે ચાર્જ વસૂલ કરે છે.