Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

14મા હપ્તા પહેલા પીએમ મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, એકાઉન્ટમાં આવશે પૂરા 15 લાખ રૂપિયા: આવી રીતે કરો અરજી

PM Kisan FPO Yojana 2023: જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. PM કિસાન નિધિના 14મા હપ્તાની તૈયારીઓ સરકારી વિભાગો દ્વારા ચાલી રહી છે. આ હપ્તાના રૂપિયા એપ્રિલથી જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં આવવાના રહેશે. મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.

કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે મળશે નાણાકિય સહાય

ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે ‘પીએમ કિસાન એફપીઓ યોજના’ (PM Kisan FPO Yojana) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ મળીને એક સંગઠન બનાવવું પડશે. આ સાથે ખેડૂતો માટે ખેતીના સાધનો કે ખાતર, બિયારણ કે દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે.

આવી રીતે કરવી પડશે અરજી

  • સૌથી પહેલા તમારે રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • હોમ પેજ પર આપેલા એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો
  • અહીં રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરો અને ફોર્મ તમારી સામે ખુલી જશે
  • ફોર્મમાં માગેલી તમામ જાણકારી સાવચેતીપૂર્વક ભરી દો
  • તેના પછી પાસબુક અથવા કેન્સલ ચેક અથવા આઈડીને સ્કેન કરી અપલોડ કરો
  • અંતમાં સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરો

આવી રીતે લોગિન કરો

  • રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાવો
  • તેના પછી તમારે હોમ પેજ પર આપેલા એફપીઓ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમે લોગિનના વિકલ્પ પર ક્લિક કરો
  • તેના પછી તમારી સામે લોગિન ફોર્મ ખુલશે
  • તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો
  • તેની સાથે જ તમે લોગિન કરી લેશો

संबंधित पोस्ट

इस इंडियन कार कंपनी ने बढ़ाई टेंशन मारुति सुजुकी और ह्यूंदै की

Karnavati 24 News

गुजरात में फर्स्ट NTCP खेलो इंडिया महिला तीरंदाजी टूर्नामेंट संपन्न: 28 राज्यों की 478 महिलाओं ने पार्टिसिपेट किया, 41.52 लाख रुपए के अवार्ड दिए गए – Gujarat News

Gujarat Desk

सूरत में RSS का शक्ति प्रदर्शन: संघ शताब्दी शाखा कुंभ के तहत 2500 से अधिक स्वयंसेवकों ने एक ही मैदान में 119 शाखाएं लगाईं – Gujarat News

Gujarat Desk

शेयर बाजार: सेंसेक्स 421 अंकों की बढ़त के साथ 57458 पर खुला; निफ्टी 17234 पर, बैंक और रियल्टी शेयरों में तेजी

Karnavati 24 News

Elon Musk की मस्ती फैशन के सबसे बड़े इवेंट में सबसे अमीर शख्स की मां के साथ एंट्री, Twitter के भविष्य के बारे में भी बताया

पटाखा फैक्ट्री में हरदा-देवास के 21 मजदूरों की मौत: गुजरात में बॉयलर फटने से हादसा; आज शवों को लाया जाएगा एमपी – Harda News

Gujarat Desk
Translate »