Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે વ્હોટ્સએપ પર 5 સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

દુરૂપયોગ અટકાવવા અને ઓનલાઈન સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં વ્હોટ્સએપ ઉદ્યોગ અગ્રણી છે. વ્હોટ્સએપ ખાતે, અમે જે કંઇ પણ કરીએ છીએ, તેના મૂળમાં અમારા વપરાશકર્તાઓની સલામતી છે. ખોટી માહિતી અને ખોટા સમાચારને ઓનલાઈન ફેલાવવામાં રોકવામાં મદદ કરી શકે તેવી કોઈ એક પણ કાર્યવાહી નથી, જ્યારે વ્હોટ્સએપે નોંધપાત્ર ઉત્પાદન રોકાણો કર્યા છે, જે વપરાશકર્તાઓને તેમના મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરતી વખતે સુરક્ષિત રહેવા માટે સશક્ત બનાવે છે. અહીં વપરાશકર્તાઓ માટે વ્હોટ્સએપ પર તેમની સલામતીની ખાતરી કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવ્યા છે

– ગ્રુપ પ્રાઇવસી સેટિંગ્સઃ વ્હોટ્સએપના પ્રાઇવસી સેટિંગ્સ અને ગ્રુપ ઇન્વાઇટ સિસ્ટમ વપરાશકર્તાઓને તે નક્કી કરવામાં મદદ કરે છે કે તેમને જૂથમાં કોણ જોડી શકે છે. આ વપરાશકર્તાની ગોપનીયતાને સુનિશ્ચિત કરે છે અને લોકોને અનિચ્છનીય ગ્રુપ્સમાં જાડાતા અટકાવે છે. તેને સક્ષમ કરવા માટે, સેટિંગ્સ > અકાઉન્ટ > પ્રાઇવસી > ગ્રુપ્સ પર જાઓ અને તમારી પસંદગી મુજબ ત્રણ વિકલ્પોમાંથી એકને પસંદ કરો: “એવરીવન,” “માય કોન્ટેક્સ,” અથવા “માય કોન્ટેક્ટ્સ એકસેપ્ટ”.

વાયરલ મેસેજીસ માટે ફોરવર્ડની મર્યાદા: અમે ફોરવર્ડ મેસેજીસ પર મર્યાદાઓ સેટ કરી છે, જે “ફોરવર્ડેડ લેબલ” સાથેના મેસેજીસને એકસાથે માત્ર પાંચ ચેટ અને “હાઈલી-ફોરવર્ડેડ મેસેજીસ”ને એક સમયે માત્ર એક ચેટ સુધી પ્રતિબંધિત કરી દે છે. વોટ્સએપે નવી ગ્રૂપ ફોરવર્ડિંગ મર્યાદા પણ રજૂ કરી છે, જ્યાં “ફોરવર્ડેડ લેબલ” ધરાવતા મેસેજ હવે એક સમયે માત્ર એક જ ગ્રૂપમાં ફોરવર્ડ કરી શકાશે.

બ્લોક યુઝર્સઃ વોટ્સએપ વપરાશકર્તાઓને એકાઉન્ટને બ્લોક કરવાની અને જો તેઓને કોઈ ચોક્કસ એકાઉન્ટમાંથી અયોગ્ય સંદેશાઓનો સામનો કરવો પડે તો વ્હોટ્સએપને રિપોર્ટ કરવાની એક સરળ રીત પુરી પાડે છે. જ્યારે કોઈ વપરાશકર્તા કોઈને બ્લોક કરે છે, ત્યારે તેમનું ‘લાસ્ટ સીન’, ઓનલાઈન સ્ટેટસ, સ્ટેટસ અપડેટ્સ અને તેમના પ્રોફાઈલ ફોટોમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફારો તેમણે બ્લોક કરેલા સંપર્કોને હવે દેખાશે નહીં. સેટિંગ્સ > ટેપ એકાઉન્ટ > ગોપનીયતા > બ્લોક કરેલા સંપર્કો પર ટેપ કરો અને અવરોધિત કરવા માટે સંપર્ક પસંદ કરો.

રીપોર્ટ સ્પામઃ વ્હોટ્સએપ પાસે અદ્યતન સ્પામ ડિટેક્શન ટેક્નોલોજી છે, જે ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગ સાથે સંકળાયેલા એકાઉન્ટ્સને શોધવા અને પગલાં લેવા માટે ચોવીસ કલાક કામ કરે છે. જો કે, નિયમિત એસએમએસ અન્ય વ્હોટેસએપ વપરાશકર્તાઓ માટે આ શક્ય છે કે જેમની પાસે વપરાશકર્તાનો ફોન નંબર છે, તેઓ અનિચ્છનીય સંદેશાઓ સાથે તેમનો સંપર્ક કરી શકે છે. વધુમાં, કંપની લોકોને જો તેઓ તેમને ફેક્ટ-ચેકર્સ અથવા કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે શેર કરવા માંગતા હોય તો તેમના ફોન પર રિપોર્ટ કરેલા સંદેશાઓ રાખવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે.

વ્હોટ્સએપ પર ફેક્ટ ચેક ન્યૂઝ: પોયન્ટર સંસ્થાના આઈએફસીએન વ્હોટ્સએપ ચેટબોટનો ઉદ્દેશ્ય 70થી વધુ દેશોમાં વપરાશકર્તાઓને સ્વતંત્ર ફેક્ટ-ચેકર્સ સાથે જોડીને ખોટી માહિતી અને ખોટા સમાચારનો સામનો કરવાનો છે.

વપરાશકર્તાઓને ફક્ત +1 (727) 2912606ને કોન્ટેક્ટ નંબર તરીકે સાચવીને અને સંદેશ અથવા માહિતીને પ્રમાણિત કરવા માટે “હાય” ટેક્સ્ટ કરીને શંકાસ્પદ અથવા અચોક્કસ લાગતી માહિતીને બે વાર તપાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વૈકલ્પિક રીતે, વપરાશકર્તાઓ ફેક્ટ-ચેકિંગ સંસ્થાઓની વૈશ્વિક નિર્દેશિકાને ઍક્સેસ કરવા માટે http://poy.nu/ifcnbot પર ક્લિક કરી શકે છે.

संबंधित पोस्ट

Vodafone Ideaના 82 રૂપિયાના આ પ્લાનમાં મળશે મોટો ફાયદો, જાણો સમગ્ર વીગત

Karnavati 24 News

50MP કેમેરા સાથે SAMSUNGનો નવો 5G ફોન, મળશે 5000mAh પાવરફુલ બેટરી

Karnavati 24 News

Apple: Apple iPhone 15 માંથી ભૌતિક સિમ સ્લોટ દૂર કરશે, eSIM નો ઉપયોગ કરી શકાશે

Karnavati 24 News

એમ. એન. હાઇસ્કુલમાં મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા મહુવામાં મતદાન જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધા યોજાઇ

Admin

Google પોતાના આ ફ્લેગશીપ ફોન પર આપી રહી છે 20 હજારથી વધુની છૂટ

Karnavati 24 News

શું તમે ટીવી, સ્માર્ટફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે

Karnavati 24 News
Translate »