Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ઓફીસમાં સૂઈ રહ્યા છે વીશ્વના સૌથી ધનીક વ્યક્તી, જણાવ્યું આ કારણ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે. સોમવારે એક ટ્વિટમાં, ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના CEO મસ્કએ કહ્યું કે, તેઓ હાલમાં સાન ફ્રાન્સિસ્કોમાં મુખ્યાલયમાં સૂઈ રહ્યા છે. જણાવી દઈએ કે, તેમણે આ ટ્વિટ એવા સમાચારો વચ્ચે કર્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વિટરના નવા બોસ મસ્કના ડરથી ઓફિસમાં સૂવા માટે મજબૂર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટરનો હવાલો સંભાળ્યા બાદથી ઈલોન મસ્ક તેને નવો લુક આપવા માંગે છે. આ માટે તેઓ ફેરફારો પર કામ કરી રહ્યા છે. જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં તેમના દ્વારા પ્રસ્તાવિત કેટલાક ફેરફારોની પણ ટીકા થઈ રહી છે. આ બધાની વચ્ચે અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટરના ઘણા કર્મચારીઓ નોકરી ગુમાવવાના ડરથી રાત્રે ઓફિસમાં સૂઈ જાય છે. આ અહેવાલો બાદ હવે મસ્કએ પણ સ્પષ્ટતા કરી છે કે તે પોતે ટ્વિટર હેડક્વાર્ટરમાં સૂઈ રહ્યો છે, અને જ્યાં સુધી ટ્વિટર પર બધું ઠીક નહીં થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. જોકે, બાદમાં તેમનું ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર કબજો કર્યા બાદ ઈલોન મસ્કે ટ્વિટરના તત્કાલીન સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ટ્વિટરના લગભગ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. કંપનીમાં બાકી રહેલા કર્મચારીઓને નવી કામની સમયમર્યાદા આપવામાં આવી હતી. ટ્વિટરના અધિગ્રહણ પછી, સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો વાયરલ થઈ હતી જેમાં ઘણા કર્મચારીઓ ઓફિસમાં જ સ્લિપિંગ બેંગ્સમાં સૂતા જોવા મળ્યા હતા. જો કે, આ તસ્વીરો ટ્વિટરની કોઈ ઓફિસની છે તે સ્પષ્ટ નથી.

ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ મસ્કએ એમ પણ કહ્યું કે, સંસ્થાને સુધારવા માટે લેવામાં આવેલા પગલાઓને કારણે તેમના પોતાના કામમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન, કંપનીના કામદારોને પણ કડક સ્વરમાં કહેવામાં આવ્યું હતું કે હવે તેઓએ સપ્તાહમાં 80 કલાક કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. આનો સ્પષ્ટ અર્થ હતો કે, તેમણે દરરોજ 16 કલાક કામ કરવું પડશે. આ સાથે વર્ક ફ્રોમ હોમની સુવિધા પણ ખતમ કરી દીધી છે.

संबंधित पोस्ट

માર્કેટમાં તેજી / સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

SIP તારશે: 12 થી 18 મહિના SIP રોકાણ કરેક્શનના વાતાવરણમાં ફાયદાકારક રહેશે

Karnavati 24 News

ટ્વિટર માટે મસ્કની યોજના: મસ્ક 2028 સુધીમાં ટ્વિટરની આવક $26.4 બિલિયન સુધી લઈ જવા માંગે છે, જે અત્યારે છે તેનાથી 5 ગણી વધારે છે.

Karnavati 24 News

LICનું નબળું લિસ્ટિંગઃ માર્કેટ કેપની દૃષ્ટિએ 5મી સૌથી મોટી કંપની બની.

Karnavati 24 News

આ કરાર બાદ અનિલ અંબાણીના શેરમાં રોકેટ બની ગયું, રિલાયન્સ પાવરના ભાવમાં જોરદાર ઉછાળો