Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ટેલિગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો શું છે નવું અપડેટ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે ચેટીંગ અનુભવને વધુ સારો બનાવવા માટે નવું ફીચર ટોપિક્સ ઈન્સ ગૃપને રજૂ કર્યું છે. આ સાથે, કલેક્ટિવ યુઝરનેમ ફીચર પણ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, અન્ય સુવિધાઓની વચ્ચે, પ્લેટફોર્મ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે નવા ઇમોજી પેક સાથે વિડિઓ સંદેશા માટે વૉઇસ-ટુ-ટેક્સ્ટ પણ ઑફર કરે છે.

ટેલિગ્રામના CEO અને સ્થાપક અને પાવેલ દુરોવે કહ્યું કે, “હું આજે ટેલિગ્રામના નવા અપડેટ ટોપીક્સ ઈન ગૃપને લઈને ઉત્સાહિત અનુભવું છું. નવી સુવિધા મોટા ગૃપ ચેટિંગ માટે નવા વિષયો ઉમેરે છે. ત્યારે 200થી વધુ સભ્યો ધરાવતા જૂથો આ સુવિધા દ્વારા જૂથના કોઈપણ એક વિષય પર જૂથના સભ્યો સાથે વાત કરી શકે છે. સાથે જ વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટ અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે સુલભ ચેનલો માટે બહુવિધ ‘સંગ્રહી વપરાશકર્તાનામો’નો ઉલ્લેખ કરી શકે છે, જેથી તેઓને ટેલિગ્રામ પર શોધવામાં સરળતા રહે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર્સ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, સાથે જ આ ફીચર ટૂંક સમયમાં નાના ગૃપ માટે પણ જાહેર કરવામાં આવશે. આ તમામ ફીચર્સ iOS અને Android બંને માટે રિલીઝ કરવામાં આવ્યા છે.

આ રીતે કામ કરશે ફીચર 

નવા ટોપીક્સ ફીચરને 200થી વધુ સભ્યો ધરાવતા ગૃપ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોટા ગૃપમાં કોઈપણ એક વિષય પર ગૃપ મેમ્બર સાથે વાત કરી શકે છે. એટલે કે, વપરાશકર્તાઓ કોઈપણ વિષય માટે એક અલગ જગ્યા બનાવી શકે છે અને મતદાન, પિન કરેલા મેસેજ અને બૉટ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. ટેલિગ્રામ ટૂંક સમયમાં નાના ગૃપ માટે આ ફીચર રિલીઝ કરવા જઈ રહ્યું છે.

યુનીક યુઝરનેમ

નવા ટોપિક ફીચરની સાથે ટેલિગ્રામે યુનિક યુઝરનેમ ફીચર પણ જાહેર કર્યું છે. આ ફેરફાર સાથે વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટને અલગ અલગ નામ આપી શકે છે અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે ઍક્સેસિબલ ચેનલ્સને ટેલિગ્રામ પર શોધવાનું સરળ બનાવે છે.

વૉઇસ-ટુ-ટેક્સ્ટ ફીચર 

નવા ફીચર્સ iOS અને Android બંને માટે જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જ વોઈસ-ટુ-ટેક્સ્ટ ફીચર જાહેર કર્યું હતું. હવે આ ફીચર વિડિયો મેસેજ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આ સુવિધાનો લાભ ફક્ત પ્રીમિયમ વપરાશકર્તાઓ જ લઈ શકશે.

નવું ઇમોજી પેક

ટેલિગ્રામે 12 નવા ઇમોજી પેક પણ જાહેર કર્યા છે, જેમાં પુમ્કિન અને ઘોસ્ટ ઇમોજીસ સહિતની ઈમોજી સામેલ છે. આ ફીચર વોઇસ ટુ ટેક્સ્ટ ફીચરની જેમ પ્રીમિયમ યુઝર્સ સુધી પણ સીમિત કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

AMOLED ડિસ્પ્લે સાથે Realme 10 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 13,999 રૂપિયા છે

Admin

Poco M5 લોન્ચની તારીખ જાહેર, ઓછી કિંમતમાં મળશે શાનદાર કેમેરા, જાણો વિગત

Karnavati 24 News

સ્વિચ CSR 762 લોન્ચ: ઇલેક્ટ્રિક બાઇકમાં ગુજરાતના સિંહો, 40 હજારની સબસિડી; કિંમત રૂ. 1.65 લાખ

Karnavati 24 News

મારુતિ વેગનઆર ટુર એચ3 ભારતમાં આકર્ષક ફીચર્સ સાથે લોન્ચ કરાઇ.. જેની કિંમત છે રૂપિયા 5 લાખ 39 હજારની આસપાસ

Karnavati 24 News

META અને રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓની સુરક્ષા માટે આ સંસ્થા સાથે કરી ભાગીદારી

Karnavati 24 News

મોંઘી કારનું વેચાણ 38% વધ્યું, જ્યારે સસ્તી કારનું વેચાણ માત્ર 7% વધ્યું

Karnavati 24 News
Translate »