Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!

અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારતીય નિકાસકારો હવે વૈશ્વિક સ્તરે નવા અને વિકલ્પરૂપ બજારો તરફ વળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસમાં વધારો નોંધાયો છે. બજાર વૈવિધ્યીકરણની વ્યૂહરચના કાર્યરત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. નિકાસમાં વધારો નોંધાવનારા મુખ્ય દેશોમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે.

એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર સુધી પહોંચી, જે પાછલા વર્ષની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં આશરે ૫૯% હિસ્સો ધરાવે છે. એકંદરે, એપ્રિલથી સપ્ટેમ્બર ગાળામાં ભારતની નિકાસ ૩.૦૨% વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર રહી, જયારે આયાત ૪.૫૩% વધીને ૩૭૫.૧૧ બિલિયન ડોલર થઈ. જેના કારણે વેપાર ખાધ ૧૫૪.૯૯ બિલિયન ડોલર થઈ છે. જો કે, આ જ અવધિ દરમિયાન ૧૬ દેશોમાં નિકાસમાં ઘટાડો નોંધાયો હતો, જે ભારતની કુલ નિકાસના આશરે ૨૭% અથવા ૬૦.૩ બિલિયન ડોલર જેટલો હિસ્સો ધરાવે છે.

ઊંચા ટેરિફના સીધા પ્રભાવ રૂપે સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૧૧.૯૩% ઘટીને ૫.૪૬ બિલિયન ડોલર રહી હતી. જોકે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન યુએસમાં કુલ નિકાસ ૧૩.૩૭% વધીને ૪૫.૮૨ બિલિયન ડોલર થઈ છે, જયારે આયાત ૯% વધીને ૨૫.૬ બિલિયન ડોલર પહોંચી. અમેરિકાએ ૨૭ ઓગસ્ટે ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યો હતો, જેના પરિણામે ભારતીય નિકાસકારો વિકલ્પરૂપ બજારો – ખાસ કરીને યુરોપ, મધ્યપૂર્વ અને એશિયાઈ દેશોમાં – નવી તકો શોધી રહ્યા છે.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

29 એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે

Gujarat Desk

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર – શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ; Show my Parking એપથી ઘેર બેઠાં પોતાના વાહનનું પાર્કિંગ બુક કરી શકાશે

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

Gujarat Desk

સોનામાં વૈશ્વિક રોકાણ વધ્યું, યુ.એસ. ટોચે અને ભારત ટોપ ૧૦માં…!!

Gujarat Desk
Translate »