Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!

અમેરિકામાં બેન્કોની વિશ્વસનીયતા ઘટતા ભારતના બેન્કિંગ ક્ષેત્રને સીધો ફાયદો મળી રહ્યો છે. ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી બેન્કો અને નાણાં સંસ્થાઓના વધતા રસને પગલે દેશનું નાણાંકીય ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળી સ્થિતિ અને વેપાર તાણના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાયો છે, જ્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું હોવાથી વૈશ્વિક રોકાણકારો માટે આ આકર્ષક સ્થાન બની રહ્યું છે. ગયા સપ્તાહે અમિરાતસ એનબીડી બેન્ક પીજેએસસીએ ભારતની આરબીએલ બેન્કમાં અંદાજે ૩ અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી.

એનબીડીનું આ સૂચિત રોકાણ ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારસુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ ગણાશે. તે પહેલા, અબુધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કું. પીજેએસસીએ સમ્માન કેપિટલ લિ. સાથે ૧ અબજ ડોલરના રોકાણ માટે કરાર કર્યા હતા. આ સિવાય સુમિતોમો મિત્સુઈ ફાઈનાન્સિઅલ ગ્રુપ ઈન્ક. ના બેન્કિંગ યુનિટે યસ બેન્કનો ૨૦% હિસ્સો મેળવવા ૧.૬૦ અબજ ડોલરનું રોકાણ કરવાની સહમતિ દર્શાવી હતી. ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર અને નાણાંકીય સેવાઓમાં વધતી તકને ધ્યાનમાં રાખીને વૈશ્વિક રોકાણકારો ઉત્સાહીત છે.

સાથે જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ ધિરાણ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ધિરાણ ધોરણો હળવા બનાવી રહી છે, જે નાણાંકીય ક્ષેત્ર માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. અમેરિકાની ટ્રાયકલર હોલ્ડિંગ્સ અને ફર્સ્ટ બ્રાન્ડસ ગુ્રપ જેવી સંસ્થાઓ નબળી પડતા ત્યાં રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. પરિણામે અમેરિકામાં બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ગયા સપ્તાહે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જો કે, ભારતીય બેન્કોમાં હિસ્સો હસ્તગત કર્યા બાદ વિદેશી બેન્કોને નોંધપાત્ર સફળતા મળી હોવા અંગેના ઉદાહરણો અત્યંત મર્યાદિત છે. બેન્કિંગ ક્ષેત્રમાં ભારત એક સ્પર્ધાત્મક અને પડકારજનક બજાર છે.

संबंधित पोस्ट

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ :  શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

ચીન ‘શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘન’ માટે ભૂતપૂર્વ સિક્યોરિટીઝ નિયમનકારની તપાસ શરુ

Gujarat Desk

કોંઢના તળાવમાંથી માટી ખોદી બિન ખેતીના પ્લોટમાં નખાતાં ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી

Karnavati 24 News

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની વિક્રમી ફાળવણી

Gujarat Desk

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk
Translate »