Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

મોટી રાહત / ગેસના સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે નવો ભાવ

આજે નાણાકિય વર્ષનો પહેલો દિવસ એટલે કે 1 એપ્રિલ છે. નવા નાણાકિય વર્ષની શરૂઆતમાં લોકોને મોંઘવારીથી થોડી રાહત મળી છે. સરકારે એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, આ ઘટાડો ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 92 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે તે દિલ્હીમાં હવે 2028 રૂપિયામાં મળી રહ્યો છે. 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેનો ભાવ અગાઉ જેટલો જ છે. 

ઘટાડા સાથે કેટલામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર

  • કોલકાતા: 2132 રૂપિયા
  • દિલ્હી: 2028 રૂપિયા
  • ચેન્નાઈ: 2192.50 રૂપિયા
  • મુંબઈ: 1980 રૂપિયા

ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ જાણો

  • અમદાવાદ: 1110 રૂપિયા
  • દિલ્હી: 1,103 રૂપિયા
  • પટના: 1,202 રૂપિયા
  • ભોપાલ: 1118.5 રૂપિયા
  • જયપુર: 1116.5 રૂપિયા
  • બેંગ્લોર: 1115.5 રૂપિયા
  • મુંબઈ: 1112.5 રૂપિયા
  • રાંચી: 1160.5 રૂપિયા
  • લખનૌ: 1140.5 રૂપિયા
  • ઉદયપુર: 1132.5 રૂપિયા
  • ઇન્દોર: 1131 રૂપિયા
  • કોલકાતા: 1129 રૂપિયા
  • ચેન્નાઈ: 1118.5 રૂપિયા
  • ચંદીગઢ: 1112.5 રૂપિયા

માર્ચ મહિનામાં 350.50 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો

અગાઉના મહિનામાં એટલે કે 1 માર્ચના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો થયો હતો. તેના પછી દિલ્હીમાં તેનો ભાવ 2119.50 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો. તેનો ભાવ દિલ્હીમાં 1103 રૂપિયા થઈ ગયો હતો. 

ફક્ત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબ્સિડી

મોટાભાગના લોકોને જૂન 2020થી LPG સિલિન્ડર પર સબ્સિડી મળી રહી નથી. ફક્ત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ 200 રૂપિયાની સબ્સિડી આપવામાં આવી રહી છે. સરકાર તેના માટે અંદાજે 6,100 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. દિલ્હીમાં જૂન 2020માં સબ્સિડી વગરનો ગેસ સિલિન્ડર 593 રૂપિયામાં મળતો હતો, જે વધી 1103 રૂપિયાનો થઈ ગયો છે.  

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર નહીં

આજે એટલે કે 1 એપ્રિલના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. અંદાજે નવ મહિનાથી ભાવ સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. 

संबंधित पोस्ट

સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ, આ ભૂલ કરી તો નહીં કરી શકો મુસાફરી

Admin

ગૌતમ અદાણીને પછાડીને આ અબજોપતિએ લીધી જગ્યા… જાણો શું છે એલન મસ્કની હાલત

Admin

Small Business Ideas: किराये पर देकर इन मशीनों से कमा सकते है 30000 हजार महीना, ऐसे शुरू करे

Admin

केन्द्र सरकार की इस योजना के तहत शादी की उम्र में बेटी को मिलेंगे 64 लाख! आज ही खुलवाएं खाता, जान लीजिए फायदे

Admin

अडानी के बाद ये अमीर आदमी भी दुनिया के अमीरों की लिस्ट से बाहर, अमेरिका का दबदबा

Admin

दिन भर उतार-चढ़ाव के बाद मामूली बढ़त के साथ बंद हुआ शेयर बाजार

Karnavati 24 News