Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

રાજ્યમાં ભલે ભાજપનું શાસન હોય ભાવનગરમાં જાણે હાલારીનું શાસન .

ગુજરાત રાજ્યમાં ભલે ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું શાસન હોય, પરંતુ ભાવનગર પર ગુંડા તત્વોનું આધિપત્ય હોય અને હાલારી જૂથનું શાસન ચાલતુ હોય તે રીતે ભાવનગર જિલ્લા જેલની બહારના પ્રાગંણમાં 100 ગુંડાઓનું સશસ્ત્ર ટોળુ આરોપીઓને ભગાડવા માટે ધસી આવ્યુ હતુ. મોડેથી પોલીસ કાફલો આવતા મામલો માંડ થાળે પડ્યો હતો.ઉસ્માન હાલારીની આતાભાઇ રોડ પરની ઓફીસ અને નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં ગત તા.13મી જુલાઇના રોજ CGST ભાવનગરની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન વલી હાલારી અને તેની ગુંડા ટોળકીએ CGST અધિકારીઓને બેફામ માર માર્યો હતો, “હું ભાવનગરનો બાપ છું’ તેમ કહી અને વલી હાલારીએ સમગ્ર ભાવનગરના પોલીસ તંત્રને આડકતરો પડકાર ફેંક્યો હતો. દોઢ મહિનો વિતિ ગયા છતાં વલી હાલારીને પકડવામાં એસઆઇટી અને પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. CGST ટીમ પર હુમલા પ્રકરણમાં તોસીફ પરમાર, ઉસમાનગની ખોખર, હારૂન ગફાર વારૈયા, જહૂર કાઝી, શફી અસ્લમ હાલારી, ફારૂક હુસેન મનસુરી, જુનેદ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામને કોર્ટ તરફથી જામીન મળતા તા.25ના રોજ સાંજે જેલની બહાર આવતા જ CGSTની ટીમ કાયદાકીય પ્રક્રિયા સાથે સમન્સ લઇને ઉભી હતી. આરોપીઓની પુછપરછ માટે લઇ જવાની કોશીશ કરતા જેલની સામેના ભાગમાં ગુંડાઓનું ટોળી ધસી આવ્યું હતું અને હાંકલા પડકારા કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ પામી ગયેલા CGST ટીમે તેઓની ઓફિસના તમામ કર્મચારીઓને બોલાવી લીધા હતા. તો સામા પક્ષે વધુ કેટલાક સશસ્ત્ર ગુંડાઓ આરોપીઓને ભગાડવા ધસી આવ્યા હતા. સીજીએસટીએ પોલીસની મદદ માંગતા કાફલો આવી પહોંચતા ગુુંડાઓના ટોળા વિખેરાઇ ગયા હતા. CGSTના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, એક તબક્કે અમો જેલની બહાર જ હોવા છતા ગુંડાઓ પડકાર ફેંકી રહ્યા હતા, પરંતુ કોઇપણ ભોગે આરોપીઓને લઇ જવા અમે મક્કમ હતા, અને પોલીસે ગુંડાઓને ખદેડી નાંખ્યા હતા. જેલની બાજુમાં જ નિલમબાગ પોલીસ સ્ટેશન આવેલું છે, જેલની બહાર સીસીટીવી કેમેરા પણ છે. પોલીસ જો નિષ્ઠાથી કામગીરી કરે તો ધસી આવેલા ગુંડાઓને પાઠ ભણાવી શકે તેમ છે.

संबंधित पोस्ट

मूसेवाला के गाना पर पाकिस्तान की सेना ने बजाया , जिसपर भारतीय सेना ने जमकर किया भांगड़ा।

Karnavati 24 News

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

સરકારી નોકરીઓ: એવિએશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 1095 ગ્રાહક સેવા એજન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે, ઉમેદવારોએ 22 મે સુધીમાં અરજી કરવી જોઈએ.

जानिए कौन है देश के सबसे कम उम्र के विधानसभा अध्यक्ष राहुल नार्वेकर

Karnavati 24 News

छिपकली जैसा एक दिखने वाला जानवर पैदा कर सकता है दिमाग, जानिए कैसे?

Admin

Astrology: शनि और गुरु वक्री हैं, इन 6 राशियों को रखना होगा विशेष ध्यान, हो सकती है बड़ी हानि

Karnavati 24 News