Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

 

ભારતીય સેનાના INS ખુખરી (INS Khukhari Memorial Diu) યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે.
દીવ : વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની લડાઈમાં મુંબઈ તરફથી આવી રહેલા ભારતીય સેનાના INS ખુખરી યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેમાં યુદ્ધ જહાજના વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને યોદ્ધાઓને લોકો જાણી અને તેના ગૌરવવંતા ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ મેળવી શકે તે માટે મેમોરિયલ ની સ્થાપના કરવામાં આવશે. દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મોમોરિલ
દીવના પ્રશાસક પ્રફુલ પટેલ કરશે લોકાર્પણ INS ખુખરી મેમોરિયલ (INS Khukhari Memorial Diu) જે જહાજમાં બનવા જઈ રહ્યું છે તે વિશાખાપટ્ટનમથી દીવ આવી પહોંચ્યું છે, જેને અન્ય બોટના સહારે દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેનું 26મી જાન્યુઆરીના દિવસે દીવના પ્રશાસક પ્રફુલ પટેલ લોકાર્પણ કરવાના છે 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી
વર્ષ 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સેનામાં યુદ્ધ જહાજ તરીકે કામ કરતા 2 INS ખુખરી મુંબઈ અને વિશાખાપટ્ટનમથી દીવ તરફ લડાઈમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા, જે પૈકીના મુંબઈથી દીવ આવી રહેલા ખુખરી યુદ્ધ જહાજ પાકિસ્તાની સબમરીનના ષડયંત્રને કારણે દરિયામાં જળસમાધિ લીધી હતી, જેમાં 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી હતી, જેના માનમાં દીવમાં આજે પણ ખુખરી મેમોરિયલ અસ્તિત્વમાં છે. મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થશે આવનારા દિવસોમાં યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિમાં દીવ આવતા પ્રવાસીઓ યુદ્ધ જહાજ ખુખરીની બાહોશી અને નીડરતા ભરી કહાનીની સાથે ભારતીય સેનાના 171 કરતાં વધુ કેપ્ટન અને વીર જવાનોની સાથે અન્ય લોકોની શહીદીને ફરી એક વખત નજર સમક્ષ ઉતારી શકે તે માટે આ મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે.

संबंधित पोस्ट

સતત બીજા વર્ષે મુકેશ અંબાણીએ ન લીધો પગાર, નીતા અંબાણીને મળ્યા આટલા પૈસા

Karnavati 24 News

IIM અમદાવાદ નો લોગો બદલવાના મામલે મામલો ગરમાયો, ગવર્નીંગ બોડી અને ફેકલ્ટી આમને સામને

Karnavati 24 News

ભારતમાં Paytmની સેવા થઈ ઠપ્પ, લેન-દેન અને એપ ઓપન કરવામાં એરર

Karnavati 24 News

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દૈનિક માર્કેટ ભાવ અને આવક ની માહિતી

Karnavati 24 News

5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી દેશમાં માત્ર 5 કાર… TATA ફ્રન્ટ – મહિન્દ્રા બેક

Karnavati 24 News