(જી.એન.એસ) તા. 4
અમરેલી,
આ વર્ષે રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે, અમરેલી જીલ્લાના ખાંભામાં આવેલ મોભનેશ ડેમનું રિનોવેશન માટે થઈ ગત ઉનાળામાં ડેમ ખાલી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મોભનેસ ડેમનું રિનોવેશન હાલ ચોમાસામાં પણ ચાલુ છે. બીજું બાજુ ચાલુ વર્ષ ચોમાસામાં ઓછા વરસાદને પગલે નદી નાળાઓ અને ડેમો ખાલીખમ પડ્યા છે અને ખાંભા શહેર અને આસપાસના 8 ગામનો જીવાદોરી સમાન મોભનેશ ડેમ પણ ખાલી પડ્યો છે, ત્યારે સૌની યોજનાનું પાણી આપવા ખેડૂતોએ માગ કરી છે.
શહેર અને આસપાસના 8 ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૂપી મોભનેશ ડેમ ખાલી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને ચોમાસાના 3 મહિના જતા રહેવા છતાં ખાંભાના મોભનેશ ડેમમાં 10 ટકા જ પાણી છે અને ડેમ ખાલી હોવાથી ખેડૂતોને આવતો શિયાળુ અને ઉનાળુ પાક લેવો મુશ્કેલ થશે, ત્યારે હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ખાંભા ખાતે પહેલા આવ્યા હતા, ત્યારે મોભનેશ ડેમમાં સૌની યોજનાનું પાણી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી સૌની યોજનાનું પાણી ખાંભા તાલુકાને મળ્યું નથી.
તંત્ર દ્વારા છેલ્લા ઘણા મહિનાઓ થી મોભનેશ ડેમનું કામ ચાલુ છે અને ડેમનું કામ સેફટેજ સુધી પહોંચાડી દીધું છે અને અત્યારે વરસાદ આવે તો ડેમ ભરાઈ શકે તેમ છે અને પીચિંગનું કામ બાકી છે તે ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે. અત્યારે એચઆરવેલની કામગીરી અને વેસ્ટઈયર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ગેટ બંધ કરી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે ડેમ ભરાશે અને સૌની યોજનામાંથી મોભનેશ ડેમ ભરાઈ તે માટે અમારા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેસ એ.કે.ડોડીયાએ જણાવ્યું હતું.