Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતમાં ગણેશ વિસર્જન માટે 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા તૈયાર, પોલીસ તંત્ર પણ ખડે પગે રહેશે તૈનાત

(જી.એન.એસ) તા.29

સુરત,

બુધવારથી ગણેશોત્સવના આરંભની સાથેજ સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસર્જન માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે. ફાયર વિભાગ તરફથી પાંચ ટીમ અલગ અલગ કુંડ-પંડાલ ખાતે ફરજ બજાવશે. 

વિસર્જન દરમિયાન પોલીસ તંત્ર પણ વધુ એલર્ટ થઇ ને કામગીરી કરવાનું છે, જેમાં 1 CP, 1 સ્પેશિયલ સીપી, 2 JCP, 22 DCP, 33 ACP, 159 PSI ફરજ પર હાજર રહેશે. સાથે જ 6575 પોલીસ, 5000 હોમગાર્ડ, 12 SRP કંપની અહિંયા હાજર રહેશે. તે ઉપરાંત 6000 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ પર હાજર રહેશે. સાથેજ રહેણાંક વિસ્તારમાં 450 ધાબા ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે. જ્યાં પોલીસ તૈનાત રહેશે. પોલીસ દ્વારા 20 ડ્રોન કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો 125 વીડિયો કેમેરા અને 900 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. આ સાથેજ 2000 સીસીટીવી કેમેરાથી સતત નજર રખાશે.

આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 326 પેટ્રોલિંગ વાહનો અને 10 વોચ ટાવરથી પોલીસ આ વિસ્તાર પર નજર રખાશે. તેમજ જિલ્લામાંથી 5 DCP, 13 ACP, 35 PI, 74 PSI, 600 પોલીસકર્મી અને 3500 હોમગાર્ડને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવશે. સાથે જ 8 SRP કંપનીની પણ મદદ લેવામાં આવશે. 150 એઆઈ કેમેરા અને 2000 સીસીટીવી કેમેરાની મદદથી પાલીસ લોકોની ચહલપહલ પર નજર રાખશે. પોલીસ દ્વારા 530 જેટલા બાઈકો પર સતત પેટ્રોલિંગ કરશે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો અને SOGની પણ 10 ટીમો હાજર રહેશે. તદુપરાંત 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહનને પણ તૈનાત રાખવામાં આવી છે. 

संबंधित पोस्ट

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

Gujarat Desk

આજ નું પંચાંગ (11/10/2025)

Gujarat Desk

ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ આપ્યા ભાડે, દર મહિને ₹2.5 લાખનું આવશે ભાડું

Admin

અદાવત રાખીને હુમલો કરવા મામલે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

Gujarat Desk

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઇ

Gujarat Desk
Translate »