Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ

રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ
ભાજપ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સામ-દામ-દંડ થી કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે
ચૂંટણી લડતા કોંગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન સાથે હિંમત રાખીને શાસકોની સામે લડવા કરી અપીલ

આજરોજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ની રાજકોટ માં જિલ્લા પંચાયત ચોક ખાતેની શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એ એક પવિત્ર છે. એની પવિત્રતા જળવાવી જોઈએ એ મહત્વનું છે મતદાતા એ જ સર્વોપરી છે. એક વખત સત્તામાં બેઠેલા પછીથી પાંચ વર્ષ જવું પણ પડે છે મજબૂતીથી પંજાના નિશાન પર જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ શાસકો દ્વારા થાય છે તે લોકશાહી માટે કલંકરૂપ છે મુન્દ્રામાં ભાજપના ઉમેદવારો સામે સાડા સાત લાખ આપી ફોર્મ પાછા ખેંચી લો પૈસાના જોરે ધાક ધમકી આપી ઘર પાડી દેવા, સરકારી મશીનરીમાં દુરુપયોગ કરવા છતાં બહુ ઓછી જગ્યાએ ભાજપ કાવા દાવામાં સફળ રહી છે. ગુજરાતના મતદાતા નો અધિકાર છે કે કોને ચૂટવો પરંતુ બિનહરીફ કરાતા મતદાતા મતદાનથી વંચિત રહ્યા છે. જો તમારું ત્રીપલ એન્જિન હોય તો તમારે આ પ્રકારની ખંડનાત્મક પ્રવૃત્તિઓ શા માટે કરવી પડે છે. બહુ મોટી સંખ્યામાં રાજ્યભરમાં ગુજરાતની ચૂંટણીઓમાં ઉમેદવારો પંજાના નિશાન પર હાલ ચૂંટણી લડે છે ત્યારે હું મારા ઉમેદવારો અને ગુજરાતની જનતાનો આભાર માનું છું.
જે નગરો છે જે નગરમાં ગટર, રસ્તા સારા હોય તેને નગર કહેવાય પરંતુ પ્રાથમિક સુવિધા નો અભાવ હોય તેને નગર ન કહેવાય પરંતુ આ વખતે અમારી મતદાતાઓને ખાતરી છે કે પારદર્શક અને સુદ્રઢ વહીવટ આપશું. 2018 જયારે ચૂંટણી યોજાયેલ ત્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે અમારો દેખાવ સારો ન રહ્યો હતો પરંતુ આ વખતે અગાઉ પ્લાનિંગ કરી 10 મહિના પહેલાં નિમણૂક કરી નગર સમિતિ વોર્ડની રચના કરી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા અમે તમામ તૈયારીઓ આગોતરી કરી લીધી હોય 2018 ની ચૂંટણીના પરિણામો કરતા અમારા આ વખતના ચૂંટણીના પરિણામો નિરાશાજનક રહેશે નહીં અને અમને વિશ્વાસ છે કે જનતા આ વખતે સારા પરિણામો આપશે.
ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ₹500 વાળી થપ્પી લઈને પ્રલોભન આપતા ના વિડીયો વાયરલ થયા છે. તે વિડિયો શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને બતાવી જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ આ પ્રકારની પ્રવૃત્તિથી મતદારો ભ્રમિત નહીં થાય હાલ જ્યારે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ઓ થઈ રહી છે ત્યારે શહેરની અંદર છ ફાટક અને આઠ ક્રોસિંગ હોય જ્યારે જ્યારે જુનાગઢની ચૂંટણીઓ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વચનો આપવામાં આવે છે કે રેલવે બાયપાસ કરશું જૂનાગઢને ફાટક મૂક્ત બનાવશું પરંતુ ચૂંટણી પૂરી થાય પછી બધું ભૂલી જવાય છે હું આ પ્રશ્ન સંસદમાં ઉઠાવીશ મનમોહનસિંઘની સરકારમાં હતા ત્યારે પાકિસ્તાન પર દબાણ લાવી માછી પારોને મુક્ત કરાવતા હતા અને પત્ર વ્યવહાર ચાલુ હતા જ્યારે ભાજપ આવ્યા પછી પત્ર વ્યવહાર બંધ રહ્યો છે પાકિસ્તાન દ્વારા અપહરણ થયેલા માછીમારો જેલમાં સબળી રહ્યા છે. સરકાર દ્વારા ગરીબોના ઝૂંપડા તોડી પાડવામાં આવે છે ત્યારે ભાજપ સિમેન્ટ કોંક્રેટ ના ગેરકાયદેસર જંગલો બનાવી ભાજપના મોટા માથાઓ ના દબાણો રાજકીય દબાણની વશ થઈને તોડી પાડવામાં ન આવતા છેલ્લે વડોદરામાં પાણી ભરાવાની ઘટના અને ગુજરાતના મોટા શહેરોમાં પાણી ભરાવાની ઘટના બની હતી તે ભાજપના પાપે બની હતી.
ભાજપ ની વિદેશ નીતિ માં જ્યારે વડાપ્રધાન અમેરિકા ગયા ત્યારે અમેરિકાએ ટેરિફ ઘટાડવા માટે ઘસીને ના પાડી દીધી હતી અત્યારની માહિતી પ્રમાણે ભારતથી ટેરીફનો દર 9.5% લગાડે છે. આજ સુધી વિદેશમાં હોય તેવા ભારતીયોને સન્માન ભેર પાછા મોકલી આપે તો પરંતુ અમેરિકાથી ભારત આવેલા જેમાં સૌથી વધુ મારા ગુજરાતીઓ હતા ત્યારે આ પરિવારને હાથમાં બેડી લગાડી ત્રાસદાયિક રીતે પ્લેનમાં ભારત પરત મોકલ્યા હતા જ્યારે કોલંબિયા જેવા નાના દેશે અમેરિકા સામે લાલ આંખ કરતા ત્યાંના રહેવાસીઓને સન્માન ભેર કોલંબિયા મોકલવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં જે જુવાળ ઉભો થયો તેમાં શેખ હસીનાને ભાગવાનો આવ્યો અને તેને ભારતમાં આશરો આપતા બાંગ્લાદેશીઓ ઉશ્કેરાયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલાઓ કર્યા હતા હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તો ત્યારે કરોને લાલ આંખ ! ક્યાં ગઈ તમારી છપ્પનની છાતી !
આજની પત્રકાર પરિષદમાં રાજકોટના પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, અશોકસિહ વાઘેલા, ધરમભાઈ કાંબલીયા, ડી. પી મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઇ અનડકટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અતુલ રાજાણી,
પ્રમુખશ્રી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ.

संबंधित पोस्ट

Ramses 2 Spielautomat Religious abzüglich Download zum besten geben

Bonos sin depósito sobre casinos sobre México Ofertas referente a máquina tragamonedas davinci diamonds 2025

Inscription gratification 400, Téléchargement de l’application d’affiliation Spinfest 100 Free Spins

Beste Pay By Phone trinocasino Casino-Prämien für jedes Casinos pro 2025

Haul of Inferno bermuda triangle Slot Angeschlossen für nüsse vortragen

7bitcasino Remark Better On line Crypto Gambling enterprises

Translate »