તારીખ ૯-૨-૨૦૨૫
અખબારી યાદી
*દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી
*ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ દીવાલ બનીને ઊભી રહેશે : જગદીશ ઠાકોર*
ભાજપના મોટા ગજાના નેતાના ત્રાસથી દહેગામમાં લાકડાના વેપારી ગોપાલભાઈ સોનીના આત્મહત્યા પ્રકરણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર એ આજરોજ પરિવારની મુલાકાત કરી અને તેમની રજૂઆત સાંભળીને PI સાથે વાત કરી હતી અને પરિવારને દિલાસો આપતા જણાવ્યું કે અન્ય પરિવારોને પણ ધાકધમકી થી ઘર ખાલી કરાવ્યા છે ત્યારે સમગ્ર મામલે જ્યાં ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ પક્ષ દીવાલ બનીને ઊભી રહેશે અને આ બાબતે તાલુકા થી લઇને સાંસદ સુધી રજૂઆત કરવામાં આવશે….
ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરનાર ગોપાલ સોની છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટની જમીન પર ‘કામધેનુ સો મિલ’ નામે લાકડાનું કારખાનું ચલાવતા હતા. વર્ષ 2022માં ટ્રસ્ટની કમિટીના ચેરમેન તરીકે સુમેરુ અમીનની નિમણૂક થયા બાદ તેમણે અને તેમના પુત્રો કૌશલ અને હર્ષિલે જગ્યા ખાલી કરાવવા માટે સતત દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ વેપારીને હેરાન કરવા માટે તેમના કારખાનાનું વીજ કનેક્શન, GST લાયસન્સ, ફોરેસ્ટ લાયસન્સ રદ કરાવવા અને પાણીનું કનેક્શન કાપવા સુધીના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સતત મળતી ધમકીઓથી તણાવમાં આવેલા ગોપાલ સોનીએ સોમવારે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
હેમાંગ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ


