વડોદરામાં સામૂહીત આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરીવારે સાથે આત્મહત્યા કરતા ચકચારી વ્યાપી ગઈ છે. પતિ પત્ની પહેલા બાળકને મારી ખૂદ મરી ગયા હતા. ગળા ફાંસો ખાઈને આત્મહત્યા પરીવારે કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ ખરા અર્થમાં ચિંતા જન્માવી રહી છે. વાઘાડીયા વિસ્તારમાં આવેલી દર્શન ઉપવન નામની સોસાયટીમાં મિસ્ત્રી પરીવારે આ સામૂહીક આત્મહત્યા કરી હતી.
રાજ્યમાં જિલ્લા અને ખાસ કરીને શહેરોમાં સામૂહીક આત્મહત્યાના બનાવો પરીવારના અવાર નવાર સામે આવતા હોય છે. વડોદરામાં દેવામાં ડૂબેલા પરીવારે આત્મહત્યા કરતા ચકચારી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરામાં પ્રિતેશભાઈ મિસ્ત્રીએ પરીવારના સભ્યો જેમાં બાળક અને પતિ પત્ની સાથે સામૂહીક આત્મહત્યા કરી છે. પ્રિતેશભાઈએ દિવાલ પર આત્મહત્યાનું કારણ પણ લખ્યું હતું. મળતી વિગતો અનુસાર પરીવારમાંથી સૌ પ્રથમ પોતાના બાદ તેમના સંતાનનું શું થશે તે વિચારી પહેલા બાળકને મારી માતા પિતાએ પણ મોતને વ્હાલું કર્યું છે. આ વિચાર કરી દે તેવી ઘટનાથી વડોદરા આખામાં ચકચારી વ્યાપી ગઈ છે.
આ કારણ દિવાલ પર લખ્યું
પ્રિતેશભાઈ દિવાલ પર તેમની આત્મહત્યાનું કારણ લખ્યું હતું. જેમાં પરીવાર આર્થિક ભિંસમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. દેવું વધી જતા આ આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસ અને સગાઓ ઘટના સ્થળ પર તરત જ પહોંચી ગયા હતા. દિવાલ પર લખાણ લખીને પરીવારે સામૂહીક આત્મહત્યા કરી હતી. આ પ્રકારના બનાવો ખરેખર ચિંતાજનક છે.
અગાઉ અમદાવાદ પોલીસ પરીવારે કરી હતી આત્મહત્યા
અગાઉ અમદાવાદમાં પણચ ગોતા વિસ્તારની અંદર પોલીસ પરીવારે આત્મહત્યા કરી હતી. ત્યારે આ આત્મહત્યા બાદ ફરી એકવાર વડોદરામાં આ બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં ફ્લેટમાં કુદીને પતિ-પત્નીએ પડતું મુક્યું હતું.