હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે. શરદી અને ફ્લૂની સમસ્યાથી રાહત આપે છે, શરદીની સમસ્યા દૂર થાય છે,ઉબકા, ઉલ્ટી માં રાહત આપી રોગપ્રતિકાર શક્તિ વધારે છે. એ બાબત ખાસ દયાનમાં રાખો કે સગર્ભાવસ્થા દરમિયાન અનાનસનું બિલકુલ સેવન નહિ કરો, જો ડાયાબિટીસ છે તો પણ તેને ખાશો નહીં, કારણ કે અનાનસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો તમારું બ્લડ પ્રેશર ઓછું રહે છે તો અનાનસનું સેવન ટાળો કેમ કે અનાનસ ખાવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઘટી શકે છે. તમારે પીરિયડ પહેલા પાઈનેપલ ખાવું જોઈએ જયારે પિરિયડ દરમિયાન તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. પાઈનેપલ ખાધા પછી શરીરમાં મેલાટોનિન માર્કર્સ 266 ટકા સુધી વધી શકે છે. તેથી સૂવાના સમય પહેલાં નિયમિતપણે સેવન કરવાથી અનીદ્રા દૂર થાય છે તેથી અનીદ્રા થી પીડાતા દર્દીઓ ખાસ પાઈનેપલનું સૂતા પહેલા સેવન કરે. કોઈ પણ ખોરાક લિમિટ માં સારો તેમ પાઈનેપલ પણ યોગ્ય માત્રામાં આરોગવું તેને જ્યુસ ના રૂપમાં પણ લઈ શકાય.