બ્રાઝિલની બે શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી છે. બ્રાઝિલના એસ્પિરિટો સેન્ટો રાજ્યમાં શુક્રવારે (25 નવેમ્બર) ના રોજ એક બંદૂકધારીએ બે શાળાઓમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોટ થયા છે, જયારે 11 ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, એક અધિકારીઓએ જણાવ્યું હતું કે બુલેટપ્રૂફ વેસ્ટ પહેરેલા એક શૂટરે દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં બે શાળાઓ પર હુમલો કર્યો, જેમાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું અને 11 અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલમાં શાળાઓ પર ફાયરિંગ કરનાર બંદૂકધારી પાસે કથિત રીતે સેમી-ઓટોમેટિક હથિયાર હતું.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળામાં થયો હતો, બંને એસ્પિરિટો સેન્ટો રાજ્યના નાના શહેર અરાક્રુઝમાં એક જ રસ્તા પર સ્થિત છે. રાજ્યના ગવર્નર રેનાટો કાસાગ્રાન્ડે જણાવ્યું હતું કે અધિકારીઓએ તલાશ બાદ શંકાસ્પદ શૂટરની ધરપકડ કરી લીધી. ગવર્નરે ટ્વીટ કર્યું કે અમે આ મામલાની તપાસ ચાલુ રાખીશું અને ટૂંક સમયમાં વધુ માહિતી એકઠી કરીશું. ગવર્નરે વધુમાં કહ્યું કે આ હુમલા પ્રિમો બિટ્ટી સ્કૂલ અને પ્રેયા ડી કોક્વરલ એજ્યુકેશનલ સેન્ટરમાં થયા.
સિક્યોરિટી કેમેરાના ફૂટેજમાં હુમલાખોર બુલેટપ્રૂફ વેસ્ટ પહેરેલો જોવા મળ્યો અને હુમલો કરવા માટે સેમીઓટોમેટિક પિસ્તોલનો ઉપયોગ કરતો હોવા મળ્યો છે. એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યુરિટી સેક્રેટરી માર્સિઓ સેલેન્ટે સચિવાલયમાં એક વીડિયો જારી કર્યો. સેલેન્ટે જણાવ્યું હતું કે, શૂટર પબ્લિક સ્કૂલનું તાળું તોડીને શિક્ષકોની લાઉન્જમાં પ્રવેશ્યો હતો. કથિત શૂટર લશ્કરી વસ્ત્રો પહેરેલો જોવા મળ્યો હતો જ્યારે તેનો ચહેરો ઢંકાયેલો હતો
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ બે જગ્યાએ ગોળીબારની ઘટનાને “સંવેદનહીન દુર્ઘટના” ગણાવતા ટ્વિટ કર્યું, “દુઃખ સાથે મને એસ્પિરિટો સેન્ટોમાં અરાક્રુઝની શાળાઓમાં હુમલાની જાણ કરવામાં આવી. મારી એકતા પીડિતોના પરિવારો સાથે છે. તે એક સંવેદનહીન દુર્ઘટના છે.” એક અહેવાલ અનુસાર, પ્રમુખે કહ્યું, “મામલાની તપાસ કરવામાં અને બે અસરગ્રસ્ત શાળાઓની આસપાસના સમુદાયોને સાંત્વના આપવામાં મારુ સમર્થન રાજ્યપાલ કાસાગ્રેંડેને જાય છે.”